- સિરામિક ફેક્ટરીના પ્લાન્ટમાં જ કોરોના દર્દીને સારવાર આપવામાં આવી
- ફેક્ટરીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો
- બેડની સુવિધા ન હોવાથી ફેક્ટરી પર સારવાર કરવામાં આવી
મોરબી : સિરામિક ફેક્ટરીના પ્લાન્ટમાં જ કોરોના દર્દીને સારવાર આપવામાં આવતી હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે વીડિયો ખુબ વાયરલ થયો હતો તો વીડિયો ખરેખર સાચો છે કે પછી બનાવટી તેમજ શું વીડિયોમાં દેખાય છે. તે રીતે ખરેખર ફેક્ટરીના પ્લાન્ટમાં જ દર્દીને સારવાર આપવામાં આવી રહી છે કે શું ? તે વીડિયોની ખરાઈ કરવામાં આવતા વીડિયો મોરબીના કેપ્શન સિરામિકનો હોવાનું જાણવા મળ્યું હતું.
આ પણ વાંચો : કોરોનાના કેસ વધતા મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ સયાજી હોસ્પિટલ સજ્જ
ફેક્ટરીમાં જ શ્રમિકોને સારવાર મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી
વીડિયો અંગે ફેક્ટરીના સંચાલક હિરેશ પટેલે જણાવ્યું હતું કે, ફેક્ટરીના શ્રમિકોને તાવ, શરદી ઉધરસ હોય જેથી ડોક્ટરને બોલાવી ડોક્ટરે દર્દીઓને તપાસ્યા હતા. સારવારની જરૂર હોવાથી સારવાર કરાઇ હતી. જોકે, કોરોના મહામારીને પગલે હોસ્પિટલમાં જવા કરતા ફેક્ટરીમાં જ સારવાર આપવાનું વધુ સારું રહેશે તેવું વિચારી ફેક્ટરીમાં જ શ્રમિકોને સારવાર મળે તેવી વ્યવસ્થા કરી હતી. જોકે, ફેક્ટરીના શ્રમિકો કોરોના દર્દીના હોવાનું પણ જણાવ્યું હતું.
આ પણ વાંચો : સુરતમાં પ્રાઇવેટ હોસ્પિટલ ફૂલઃ મનપાના તમામ અધિકારીઓ-કર્મચારીઓની રજા રદ
બેડની સુવિધા ન હોવાથી ફેક્ટરી પર સારવાર કરાઇ
જિલ્લા અધિક કલેક્ટર કેતન જોશીએ જણાવ્યું હતું કે, મોરબીના કેપ્સ્ન સિરામિકનો વીડિયો વાઈરલ થયો છે. જેની પૂરી તપાસ કરવામાં આવી છે. 4 વ્યક્તિઓને તાવ, શરદી ઉધરસની તકલીફ પડતા તે લોકો ગોકુલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ગયા હતા. પરંતુ ત્યાં બેડની સુવિધા ન હોવાથી ફેક્ટરી પર સારવાર કરવામાં આવી હતી. હાલ તબિયત સારી છે અને આરોગય વિભાગ અને પોલીસને જાણ કરી છે. તેમને કોરોના ન હોવાની માહિતી આરોગ્ય વિભાગે આપી હતી.