ETV Bharat / state

વાંકાનેરના જીતુ સોમાણીનો લેટર બોમ્બ, ભાજપ પ્રમુખ-સાંસદ સામે ગંભીર આક્ષેપો કર્યા - સાંસદ

વાંકાનેર નગરપાલિકામાં ભાજપની ભવ્ય જીત થઇ હોવા છતાં વાંકાનેર ભાજપમાં ભડકો જોવા મળે છે. જિલ્લા ભાજપ પ્રમુખે જીતુભાઈ સોમાણી મામલે શહેર પ્રમુખને નોટિસ આપ્યાં બાદથી મામલો ગરમાયેલો છે. ત્યારે વાંકાનેર ભાજપ અગ્રણી જીતુભાઈ સોમાણીએ લેટર બોમ્બ ફોડ્યો છે. તેમણે પત્રમાં જિલ્લા પ્રમુખ અને સાંસદ સામે ગંભીર આક્ષેપો કર્યાં છે.

વાંકાનેરના જીતુ સોમાણીનો લેટર બોમ્બ, ભાજપ પ્રમુખ-સાંસદ સામે ગંભીર આક્ષેપો કર્યા

author img

By

Published : Mar 10, 2021, 4:58 PM IST

  • લોહાણા સમાજ અને તેની કારકિર્દી ખતમ કરવાના પ્રયાસ કરતાં હોવાના આક્ષેપો
  • કાંતિ અમૃતિયાએ પણ પાર્ટી વિરુદ્ધ કામ કર્યું તો તેને કેમ નોટિસ નહીં?
  • મોહન કુંડારિયા કિન્નાખોરી રાખી રાજકીય કારકિર્દી ખતમ કરી નાખશે : જીતુ સોમાણી

વાંકાનેરઃ વાંકાનેર ભાજપ અગ્રણી જીતુ સોમાણીએ જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાને પત્ર લખી જણાવ્યું છે કે વાંકાનેર શહેર ભાજપ પ્રમુખને આપના દ્વારા નોટિસ આપવામાં આવી છે. પ્રદેશ ભાજપ દ્વારા 60 પ્લસ અને સતત ત્રણ ટર્મ ચૂંટણી જીતેલા વ્યક્તિને 2021ની સામાન્ય ચૂંટણીમાં ઉમેદવાર ન બનાવવા જણાવાયું તેનું પાલન વાંકાનેર શહેર સંગઠને કર્યું છે. પરંતુ ભાજપ પ્રદેશ દ્વારા ડમી ઉમેદવાર તરીકે ફોર્મ કોને ભરવું અને કોને ન ભરવું તેની ગાઈડ લાઈન કે પરિપત્ર આપ્યો નથી. રાતીદેવળી જિલ્લા પંચાયત ઉમેદવાર શેરશીયા ઝાહિરભાઈના ડમી ઉમેદવાર તરીકે તેના પિતા યુસુફ શેરશીયા 60 પ્લસની ઉંમર ધરાવે છે તેમજ માળિયા પાલિકામાં ચાર ઉમેદવારો હતાં જે 60થી વધુ વયના હતાં જેઓને ટિકિટ આપવામાં આવી હતી.

કાંતિ અમૃતિયાએ પક્ષવિરોધી કામ કર્યું તો પણ નોટિસ કેમ નહીં?
સોમાણીએ વધુમાં જણાવ્યું છે કે 2020ની પેટા ચૂંટણીમાં કાંતિ અમૃતિયાએ ભાજપ વિરુદ્ધ કામ કર્યું હતું તો તેમને કોઈ નોટિસ આપવામાં આવી નથી તેનું કારણ શું ? તેઓ લોહાણા સમાજમાંથી આવતા હોઇ જેની વસ્તી ઓછી છે. જેથી મોહનભાઈ કુંડારિયા રાગદ્વેષ રાખી રાજકીય કારકિર્દી ખતમ કરવાના પ્રયાસો કરે છે. સમાજને ખતમ કરવાના પ્રયત્નો કરવા હોય તેવું તમારી કામગીરીથી સ્પષ્ટ થાય છે. જિલ્લામાં મોહનભાઈ પોતાનો રાજકીય પ્રભાવ વધારવા યેનકેન પ્રકારે ભાજપના કાર્યકરોને દબાવી ધમકાવી દબાણમાં રાખી કાર્ય કરી રહ્યાં છે. ભૂતપૂર્વ જિલ્લા ભાજપ મહામંત્રી હીરેન પારેખને જડેશ્વર પણ નહીં પહોંચ, તારા ટાંટિયા ભાંગી નાખીશ તેવી ધમકી આપી હતી. વાંકાનેર શહેર પ્રમુખ દિનુભાઈ વ્યાસને પણ મારા કહ્યાંમાં રહો નહીંતર તેવું કહ્યું હતું. આમ મોહનભાઈનો સ્વભાવ ડંખીલો છે તે મને પણ ક્યારેક મારી નાખશે કે અકસ્માતમાં ખપાવી દેશે તેવો ભય છે તેમ પણ અંતમાં જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ વાંકાનેર ભાજપના નેતા જીતુ સોમાણી નારાજ, મોરબી જિલ્લા ભાજપ ઉપ-પ્રમુખ પદેથી આપ્યું રાજીનામું

તમામ આક્ષેપો ખોટા છે : મોહન કુંડારિયા

સાંસદ મોહન કુંડારિયાએ તેમના પર લાગેલા તમામ આક્ષેપોને ખોટા ગણાવ્યાં હતાં અને જણાવ્યું હતું કે 'ભગવાન એમને સદબુદ્ધિ આપે, જલારામ બાપાના વંશજો હોય તેને જલારામ બાપા સત્ય બોલવાની પ્રેરણા આપે તેવી મારી જલારામ બાપાના ચરણોમાં પ્રાર્થના છે. તાલુકા ભાજપના પ્રમુખે પણ તેને સહકાર આપ્યો છે કે આમાં મારું સમર્થન છે. તે પણ એક બ્રહ્મદેવના દીકરા છે બ્રાહ્મણ બોલે તે સત્ય બોલે. હજુ ચાર દિવસ પહેલાં મારા ઘરે આવ્યાં હતાં અને મળીને હસીમજાક કરી મારા ઘરેથી ગયાં હતાં. ત્યારે એમને કોઈ એવી વાત નહોતી કરી કે મોહનભાઈ તમે મને ધમકી આપી હતી. 35 વર્ષથી હું જાહેર જીવનમાં છું. મોરબી પાલિકામાં પણ 5 વર્ષ ચૂંટાયેલો હતો. 5 ટર્મ ધારાસભ્ય, 2 ટર્મ સાંસદ રહ્યો. જિલ્લા ભાજપ રાજકોટનો પ્રમુખ પણ રહ્યો છું. કેન્દ્ર અને પ્રધાનમંડળમાં કામ કરવાની તક પણ મને પાર્ટીએ આપી છે. આટલા વર્ષમાં એક પણ વ્યક્તિ એમ ન કહી શકે તે મોહનભાઈનો સ્વભાવ આ ટાઈપનો છે. આ બધું હું એમને મુબારક કરું છું અને ભવિષ્યમાં સત્ય બોલવાની ટેવ પાડે એવી આશા રાખું છું.'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.