મોરબીઃ 1 ફેબ્રુઆરીએ દેશનું બજેટ રજૂ થવાનું (Union Budget 2022) છે. તેવામાં આ બજેટમાં મોરબીના ઘડિયાળ ઉદ્યોગ માટે મહત્વની જાહેરાત કરવામાં આવે તેવી આશા છે. કેન્દ્ર સરકાર બજેટ રજૂ કરવાની તૈયારી કરી રહી છે. તેવામાં દર બજેટની જેમ આ વર્ષે પણ ઔદ્યોગિક નગરીના ઉદ્યોગપતિઓ બજેટ તરફ મીટ માંડીને બેઠા છે. ત્યારે કોરોનામાં પડી ભાંગેલા ઘડિયાળ ઉદ્યોગને (Damage to Morbi's watch industry due to Corona) રાહત મળશે તેવી આશા સેવાઈ (Morbi's watch industry mention expected in the Union Budget) રહી છે. ઘડિયાળ ઉદ્યોગ મહિલાઓને રોજગારી આપતો ઉદ્યોગ છે. આ ઉદ્યોગને આ વખતે બજેટમાં (Union Budget 2022) રાહત મળશે તેવી આશા અપેક્ષાઓ જોવા મળી રહી છે. તો ઘડિયાળ ઉદ્યોગની સરકાર પાસે શું છે આશા અપેક્ષાઓ જાણીએ.
લગ્ન સમારોહમાં નિયંત્રણ આવતા ઘડિયાળની ખરીદી ઘટી
સમગ્ર વિશ્વમાં મોરબીને ઓળખ આપનારા ઘડિયાળ ઉદ્યોગના અત્યારે કોરોના મહામારીએ (Damage to Morbi's watch industry due to Corona) બેહાલ કરી નાખ્યા છે. વળી આજના સમયમાં મોબાઈલમાં ઘડિયાળ હોવાથી યુવાનો ઘડિયાળ પહેરતા નથી. લગ્ન સમારોહમાં મર્યાદાને પગલે ઘડિયાળ ઉદ્યોગ જે મુખ્યત્વે ગિફ્ટ આર્ટીકલ પર નભે છે. આની સીધી અસર ઘડિયાળ ઉદ્યોગને પડી ભાંગ્યો છે. આના કારણે ઉદ્યોગને મોટો ફટકો પહોંચ્યો હોવાનું એસોસિએશનના પ્રમુખે જણાવ્યું હતું.
આ પણ વાંચો- Union Budget 2022: કેન્દ્રીય બજેટ 2022થી સુરતના કાપડ ઉદ્યોગની આ છે માંગણીઓ, નાણાપ્રધાનને લખ્યો પત્ર
85 ટકા મહિલાઓને રોજગારી આપતો આ ઉદ્યોગ
ઘડિયાળ ઉદ્યોગને આશા છે કે, GSTના દરો (Modification of GST for Morbi watch industry) જે હાલ 18 ટકા છે. તેના બદલે ઘડિયાળ ઉદ્યોગને 12 ટકા GST સ્લેબમાં (Modification of GST for Morbi watch industry) લાવવામાં આવે. વધુમાં એસોસિએશનના પ્રમુખે જણાવ્યું હતું કે, ઘડિયાળ ઉદ્યોગ 85 ટકા મહિલાઓને રોજગાર આપતો ઉદ્યોગ છે. આ ઉદ્યોગમાં નાના ઉદ્યોગકારો પણ જોડાયા હોવાથી GST સ્લેબમાં (Modification of GST for Morbi watch industry) ઘટાડો કરવામાં આવે તેવી આશા છે. વળી એનાથી સરકારને રેવન્યૂ આવકમાં કોઈ ફરક નહીં પડે અને ટર્નઓવર વધશે. આથી સરકારની રેવન્યૂમાં વધારો થશે.
ઘડિયાળ ઉદ્યોગ મુશ્કેલીના વાદળોમાં ઘેરાયો
આમ, મોરબીનો ઘડિયાળ ઉદ્યોગ અત્યારે મુશ્કેલીના વાદળોમાં ઘેરાયેલો છે. છેલ્લા 2 વર્ષથી કોરોના મહામારીએ ઉદ્યોગની કમર તૂટી ગઈ છે. ત્યારે સરકાર GST સ્લેબમાં (Modification of GST for Morbi watch industry) ઘટાડો કરે અને ઉદ્યોગને રાહત આપે તો ફરીથી ઉદ્યોગ ધમધમતો થઈ શકે છે. હવે જોવાનું એ રહ્યું કે, સરકાર ઘડિયાળ ઉદ્યોગને રાહત આપે છે કે પછી ઉદ્યોગને હજુ પણ ઝઝૂમવું પડે છે.