ETV Bharat / state

પાણીના પાઉચ લેવા ગયેલા કાકા-ભત્રીજાને ડમ્પરે અડફેટે લેતા મોત

મોરબીના જાંબુડિયા પાસે કાકા તેના ભત્રીજા સાથે બાઈક પર જઈ રહ્યા હતા, ત્યારે ડમ્પર ચાલકે બાઈકને અડફેટે લેતા આ ઘટનામાં બંનેનું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ડમ્પર ચાલક ડમ્પર મુકીને ફરાર થઈ ગયો હતો. આ અંગે મૃતક ભત્રીજાની માતાએ ડમ્પર ચાલક વિરુદ્ધ તાલુકા મથકમાં ફરિયાદ નોંધાવી છે.

પાણીના પાઉચ લેવા ગયેલા કાકા-ભત્રીજાને ડમ્પરે અડફેટે લેતા બંનેના મોત

author img

By

Published : Nov 17, 2020, 12:00 PM IST

  • મોરબીમાં ડમ્પર ચાલકે કાકા-ભત્રીજાને લીધા અડફેટે
  • અકસ્માતમાં બંનેનું મોત
  • ડમ્પર ચાલક ડમ્પર મુકીને ફરાર થયો

મોરબી: નવા જાંબુડીયામાં રહેતા હંસાબેન ભીખાભાઇ સલાટ નામની મહિલાએ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે, તેમના દિયર દેવાભાઈ અને પુત્ર ભોલો બંને તેમના ગામ પાસે પાણીના પાઉચ લેવા માટે જઈ રહ્યા હતા, ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલા એક ડમ્પરે તેમને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં બંનેનું મોત થયા છે.

આ અકસ્માતમાં 7 વર્ષના પુત્રનું માથું ડમ્પરના ટાયર નીચે આવી જતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જયારે તેમના દિયર દેવાભાઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને 108 દ્વારા હોસ્પિટલ ખસેડાયા હતા, પરંતુ સારવાર મળે તે પહેલા જ તેઓ પણ મૃત્યુ પામ્યા હતા.

તાલુકા પોલીસે તપાસ હાથ ધરી

આ અંગે તાલુકા પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આરોપી ડમ્પર ચાલકને ઝડપવા માટેની કાર્યવાહી હાથ ધરી છે. જે અંગેની વધુ તપાસ તાલુકા PSI આર.એ.જાડેજા ચલાવી રહ્યા છે, પણ અકસ્માતમાં એક જ પરિવારના બે સભ્યોના જીવ જતા પરિવારમાં શોકની લાગણી વ્યાપી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.