ETV Bharat / state

માળિયાના સરવડ-બરાર વચ્ચે બે ટ્રક સામસામા અથડાતા બંને ટ્રક ડ્રાઈવરના મૃત્યું - The driver died at the scene

મોરબીના માળીયા તાલુકા નજીક બે ટ્રક વચ્ચે અક્સ્માત થયો હતો. અક્સ્માતમાં એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ મૃત્યું થયું હતુ અને બીજા ડ્રાઈવરનું સારવાર દરમિયાન મૃત્યું થયું હતું.

xx
માળિયાના સરવડ-બરાર વચ્ચે બે ટ્રક સામસામા અથડાતા બંને ટ્રક ડ્રાઈવરના મૃત્યું
author img

By

Published : Jun 12, 2021, 7:46 PM IST

  • માળીયા તાલુકા પાસે બે ટ્રક વચ્ચે અક્સ્માત
  • એક ટ્રક ડ્રાઈવરનું ઘટના સ્થળે મૃત્યું
  • ટ્રકના ક્લિનરનુ પણ મૃત્યું

માળીયા: તાલુકાના સરવડ અને બરાર ગામ પાસે સવારે બે ટ્રક સામસામા અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ગંભીર હતો કે બન્ને ટ્રકના ચાલકોના મૃત્યુ થયું હતું. જ્યારે એક ટ્રકના ક્લીનરને ઇજા પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. પોલીસે આ બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ટ્રક ડ્રાઈવરનુ ઘટના સ્થળે મૃત્યું

માળીયા તાલુકાના સરવડ અને બરાર ગામ વચ્ચે સવારના સમયે પોતનો ટ્રક નબર gj 01 ht 6214 લઈને રસુલભાઈ દાઉદભાઈ કણજા પ્લાસ્ટીકના દાણા ભરી માળિયા થી અમદાવાદ તરફ જતા હતા ત્યારે સામેથી રોગ સાઈડમાં ટ્રક લઈ આવતા ધીરુભાઈ ભૂંસાભાઈ દેવીપૂજક પોતની ટ્રક નંબર gj 06 z 9425 બટેકા ભરી ઉપલેટા થી જામનગર તરફ જતા હતા ત્યારે આ બને ટ્રક સામસામા અથડાયા હતા. આ અકસ્માતમાં ગંભીર રીતે ઇજા થવાથી એક આઇસર ટ્રકના ચાલક ધીરુભાઈ ભૂંસાભાઈ દેવીપૂજકનું સ્થળ ઉપર મૃત્યું થયું હતું. જ્યારે તેમની સાથેનો ક્લીનર વિવેકભાઈ વલ્લભભાઈ સોલંકી અને સામેના આઇસર ટ્રકના ચાલક રસુલભાઈ દાઉદભાઈ કણજા ને ગંભીર ઇજા થતાં આ સારવાર અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન રસુલભાઈ દાઉદભાઈનું પણ મૃત્યું થયુ હતું.

આ પણ વાંચો : પાંથાવાડા હાઈવે પર કેમિકલ ભરેલા ટેન્કર અને પોલીસની ગાડી વચ્ચે અક્સ્માત

મૃતકના સાળાએ ફરીયાદ નોંધાવી

પોલીસે બન્ને મૃતકોના પી.એમ કરાવી મુર્તદેહ તેમના પરિવારને સોપવાની કામગીરી હાથ ધરી હતી પણ અકસ્માત ને લીધે બને પરિવારોમાં શોકનો મોજું ફરી વળ્યું હતું આ અગે ટ્રક અકસ્માતમાં મૃત્ય પામનાર રસુલભાઈ દાઉદભાઈ કણજાના સાળા અકબર હાસમ ફૂલધારા રહે,અમદાવાદ વાળાએ અઈસર ટ્રકના મૃતક ડ્રાયવર ધીરુભાઈ ભૂંસાભાઈ વિરુદ્ધ માળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે.

આ પણ વાંચો : વાપી નજીક નેશનલ હાઇવે પર 3 કાર વચ્ચે અકસ્માત, ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.