મોરબીઃ શક્તિ પ્લોટના એક સાત વર્ષની બાળકી અને હળવદના અજીતગઢ ગામની યુવતીને ગુરુવારે આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતાં. તેમજ મોરબીના રવાપર રોડના રહેવાસી એક બાળકને રાજકોટ દાખલ કરવામાં આવ્યો હતો.
જે ત્રણ પૈકી બે રીપોર્ટ નેગેટીવ આવ્યા છે રાજકોટ દાખલ કરેલા બાળક અને અજીતગઢ ગામની યુવતીના રીપોર્ટ નેગેટીવ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. તો મોરબીની એક સાત વર્ષની બાળકીના ફરીથી સેમ્પલ મોકલવામાં આવશે તેવી માહિતી આરોગ્ય વિભાગ પાસેથી પ્રાપ્ત થઇ છે.