- મોરબીમાં કાર અકસ્માતના 2 બનાવો
- બંધુનગર નજીક સ્કોર્પિયો કાર પલટી માર્યા બાદ રિક્ષા સાથે અથડાતા એકનું મોત
- બીજા બનાવમાં માળિયા હાઈવે પર ડમ્પરે કારને ઠોકર મારી, ડમ્પર ચાલકનું મોત
મોરબી: તાલુકાના લખધીરપુર રોડ પર આવેલી હિલસિરા સિરામિકમાં રહેતા શિવશંકર રામાભાઈ ખપેડે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે, સ્કોર્પિયો કારના ચાલક પહેલવાનસિંહ સમેરસિંહ ગુજ્જરે ગાડીમાં બેઠેલા માણસોની જિંદગી જોખમાય તે રીતે ચલાવી સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવીને બંધુનગર નજીક નેશનલ હાઇવેની રેલીંગ તોડી કાર સાઈડમાં પલટી ખાઈ ગઈ હતી. ત્યારપછી તે રિક્ષા સાથે ભટકાઈ હતી જેમાં સ્કોર્પિયોમાં બેઠેલા રાજેશભાઈ ખીમસિંહ ખપેડને નાક પર ગંભીર ઈજા થતાં તેનું મૃત્યુ થયું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અકસ્માતની બીજી ઘટનામાં ડમ્પર ચાલકનું મોત
જ્યારે બીજા બનાવમાં ગોંડલના જકાત નાકા નજીક આવેલા ગીતાનગરમાં રહેતા ચેતનભાઈ પ્રભુદાસભાઈ પિત્રોડાએ ફરિયાદ નોંધાવી છે કે, આરોપી અજાણ્યા ટ્રક ચાલકે ટ્રક પુર ઝડપે ચલાવીને અલ્ટો કાર ભટકાડી નુકશાન કરતા ડમ્પર ચાલકને અલ્ટો કારમાં થયેલી નુકશાની પૈસા લેવા ડમ્પર રોકવા ડ્રાઈવર સાઈડના દરવાજાનું હેન્ડલ પકડી ટીંગાઈ જતા ડમ્પર ચાલુ હોવાથી તેમનાંથી હેન્ડલ છુટી ગયું હતું અને તેઓ ડમ્પર પરથી નીચે પડી જતા માથામાં ઈજા થતા તેનું મૃત્યુ થયું હતું. બનાવ અંગે મોરબી માળિયા તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.