આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના વાવડી રોડ પર રહેતા પાયલ કણઝારીયાના બેંક એકાઉન્ટમાંથી ગત 3 જુલાઈના રોજ મોબાઈલમાં ફ્રોડ કોલ કરીને ATM કાર્ડની વિગતો મેળવી લીધી હતી. ત્યારબાદ અલગ-અલગ બેંક એકાઉન્ટમાંથી 65,340 તથા વિરલ પાનેરીના ક્રેડીટ કાર્ડને લગતી વિગતો મેળવીને 41,553ની ઓનલાઈન ટ્રાન્સફર કરીને ઉપાડી લીધા હતા.
આ બનાવ અંગે જિલ્લા પોલીસવડા ડૉ. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ LCB PI વી. બી. જાડેજાની ટીમે ટ્રાન્જેક્શનની માહિતી એકત્રિત કરી, ઓલાકેબ તથા મોબીક્વિક નામના વોલેટમાં ટ્રાન્સફર થઇ હોવાની માહિતી મેળવી હતી. તેમજ પાયલ કણઝારીયાના બેંક ખાતામાં રૂ.8 હજાર અને વિરલકુમાર પાનેરીના બેંક ખાતામાં રૂ. 10,093 રકમ પરત અપાવવામાં સફળ સાબિત થઈ હતી.