આ પ્રક્રિયાનું સેકન્ડ રેન્ડમાઇઝેશન થઈ જતા ચૂંટણી તંત્ર દ્વારા તમામ સ્ટાફને બે તબ્બકામાં તાલીમ આપવામાં આવી હતી. જેમાં સવારના તબક્કામાં તાલીમ પામનાર મહિલા કર્મચારીઓ માટે સવારના સમયે મતદાન યોજાયું હતું તો બીજા તબ્બકાનું બપોર બાદ યોજાશે છે.
મોરબીની વીસી હાઈસ્કુલ ખાતે મોરબીમાં ફરજ બજાવતા 179 મહિલા કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાન યોજાયુ છે. ચૂંટણીમાં વિવિધ સ્થળે તેમને ફરજ પર મોકલાવાના હોય તેથી તેઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મહિલા સર્વિસ વોટર અગાઉ જ મતદાન કરી શકે તેવી વ્યવસ્થા ચુંટણી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે.