મોરબીઃ શહેરમાં ટ્રાફિકને નડતરરૂપ દબાણો હટાવવા તંત્રએ ઝુંબેશ કરી હતી. અગાઉ પણ દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી હતી, પરંતુ, ફરીથી પાલિકા અને સીટી મામલતદારની ટીમે 10 જેટલા કાચા અને પાકા દબાણો દુર કરીને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો.
મોરબીના શક્તિચોકથી બેઠા પુલ જતા રસ્તા પર કાચા-પાકા દબાણો ટ્રાફિકને નડતરરૂપ હતા. જેથી સીટી મામલતદાર રૂપાપરા, પાલિકા પ્રમુખ કેતન વિલપરા, ચીફ ઓફિસર કલ્પેશ ભટ્ટ સહિતની ટીમ દ્વારા પોલીસના બંદોબસ્ત સાથે દબાણો હટાવવામાં આવ્યા હતા. કાચા અને પાકા દબાણો પણ સરકારી બુલડોઝર ફેરવી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો.