ETV Bharat / state

મકનસર ગામે સ્વામિનારાયણ મંદિરમાં કિંમતી આભૂષણોની ચોરી - Morbi Taluka Police

મોરબીમાં કડકડતી ઠંડી વચ્ચે તસ્કરો સક્રિય બન્યા છે. તસ્કરોએ એક દિવસ પૂર્વે ટંકારા પંથકમાં એક જ રાત્રીમાં ત્રણ મંદિરને નિશાન બનાવ્યા હતા. તો ગત રાત્રીના મકનસર ગામે આવેલ સ્વામિનારાયણ મંદિરમાંથી તસ્કરો આભૂષણો અને દાનપેટીની રોકડ ચોરી ગયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

મકનસર ગામે સ્વામિનારાયણ મંદિરમાં કિંમતી આભુષણોની ચોરી

author img

By

Published : Jan 2, 2021, 8:08 AM IST

  • મકનસર ગામે સ્વામિનારાયણ મંદિરમાં કિંમતી આભૂષણોની ચોરી
  • ટંકારામાં ત્રણ ચોરીના બનાવ બાદ વધુ એક મંદિર નિશાને
  • પોલીસના નાઈટ પેટ્રોલિંગની તસ્કરોએ પોલ ખોલી નાખી

મોરબી : મોરબીમાં કડકડતી ઠંડી વચ્ચે તસ્કરો સક્રિય બન્યા છે. એક દિવસ પૂર્વે ટંકારા પંથકમાં એક જ રાત્રીમાં ત્રણ મંદિરને નિશાન બનાવ્યા હતા. તો ગત રાત્રીના મકનસર ગામે આવેલ સ્વામિનારાયણ મંદિરમાંથી તસ્કરો આભૂષણો અને દાનપેટીની રોકડ ચોરી ગયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

ટંકારામાં ત્રણ ચોરીના બનાવ બાદ વધુ એક મંદિર નિશાને

મકનસરના સ્વામિનારાયણ મંદિરમાં રહેતા અને શિક્ષક તરીકે સેવા આપતા સતીષ હરીલાલ જાકાસણીયાએ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ગત રાત્રીના સમયે તસ્કરો મંદિરમાં પ્રવેશ કરી મંદિરની દાનપેટી તોડી 7 હજારની રોકડ ચોરી ગયા હતા. તેમજ ભગવાનને ચડાવેલ ઈમીટેશન આભૂષણો કિંમત રૂ. 55 હજારની તસ્કરો ચોરી કરી ગયા છે. તેમજ ચોરી કરતી વેળાએ મંદિરમાં રહેતા ફરિયાદી સતીશભાઈ તેમજ અન્યના રૂમનો દરવાજો પણ બહારથી બંધ કરી તસ્કરોએ ચોરીને અંજામ આપ્યાનું પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે.

પોલીસના નાઈટ પેટ્રોલિંગની તસ્કરોએ પોલ ખોલી નાખી

મોરબી તાલુકા પોલીસે ચોરીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. તો થર્ટી ફર્સ્ટ નાઈટમાં સઘન પેટ્રોલિંગ પોલીસે કર્યું હોવાના દાવા કરવામાં આવ્યા હતા. જોકે, પોલીસના નાઈટ પેટ્રોલિંગ વચ્ચે તસ્કરો ચોરીને અંજામ આપી ગયા હતા. ત્યારે પોલીસની નાઈટ પેટ્રોલિંગ સામે પણ સવાલો ઉભા થયા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.