મોરબી: પોલીસ દ્વારા CCTV કેમેરા પ્રોજેક્ટ દ્વારા ઈ-ચલણ આપવામાં આવે છે અને ટેકનોલોજીના આધારે ટ્રાફિક નિયમન અને દંડ વસુલાત કાર્યવાહી કરાઇ રહી છે. જો કે ટેકનોલોજીના ઉપયોગ છતાં અનેક છબરડાઓ જોવા મળે છે. જેમાં મોરબીના એક યુવાનનું બાઈક રાજકોટ ગયું જ ન હોય તેમ છતાં તેના ઘરે ૧૦૦૦ રૂપિયાનો મેમો આવ્યો છે.
મળતી માહિતી મુજબ, મોરબીના વાવડી રોડ પર ગણેશનગરમાં રહેતા જગદીશભાઈ ધીરુભાઈ કણઝારીયા પાસે બાઈક GJ 03 ઇબી 4753 હોય જે બાઈકનો ૧૦૦૦ રૂપિયાનો મેમો મોકલ્યો છે. જેમાં રાજકોટની સદર બજારમાં વન વે નિયમ ભંગ બદલ આ મેમો આપવામાં આવ્યો છે. જોકે બાઈકના માલિક જગદીશભાઈ કણઝારીયાએ જણાવ્યું કે, તેનું બાઈક ગત તારીખ ૧૮ના રોજ મોરબી તેના ઘરે જ હતું અને રાજકોટ ગયું જ નથી તો પછી વનવે નિયમ ભંગ અને મેમોની વાત જ ક્યાં આવે છે. જેથી રાજકોટ પોલીસે મેમો આપતા ભારે રોષ જોવા મળી રહ્યો છે.
પોલીસના અગાઉ પણ આવા છબરડા જોવા મળ્યા છે અને આડેધડ મેમો આપી દેવાતા હોય તેવી શહેરમાં બુમરાણ જોવા મળી રહી છે.