મોરબી : સંવેદનશીલ સાક્ષી જુબાની કેન્દ્રનો હાઈકોર્ટના જજ એસ.એચ.વોરા ખાસના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મોરબી ડીસ્ટ્રીકટ જજ એ.ડી.ઓઝા, જીલ્લા એસ.પી ડૉ. કરનરાજ વાઘેલા, અધિક કલેકટર કેતન જોશી, બાર એસો. પ્રમુખ દિલીપભાઈ અગેચણીયા, કોર્ટ સ્ટાફ અને વકીલો ઉપસ્થિત રહ્યા હતા. સાક્ષી જુબાની કેન્દ્રના શુભારંભ પ્રસંગે પધારેલ મુખ્ય મહેમાન એસ.એચ.વોરાએ આ પ્રસંગે વકીલો સાથે ગોષ્ઠી કરી હતી. તેમજ વકીલોને જે કોઈ પ્રશ્નો હોય તે રજુ કરે જેથી તેનું નિરાકરણ લાવી શકાય. તે ઉપરાંત સાક્ષી એ જ અમારા આંખ અને કાન છે. તેમ જણાવ્યું હતું.
વધુમાં ભૂતકાળનો પ્રસંગ યાદ કરતા જણાવ્યું હતું કે, મોરબી ટાઈલ્સ ખરીદી માટે અગાઉ આવ્યા હતા. ત્યારે મોરબીની સમૃદ્ધિનો પરિચય થયો હતો. તેમણે જણાવ્યું હતું કે, સુખ તેમજ સમૃદ્ધિ માટે શાંતિ જરૂરી છે. તેમજ કોર્ટમાં નાના કેસોનો જલ્દી નિકાલ થાય અને સમાજમાં શાંતિ અને સુખ ફેલાય તેવા પ્રયત્નો કરવા જણાવ્યું હતું.