ETV Bharat / state

મોરબીના રવાપર ગામના સરપંચને સત્તાનો દુરૂપયોગ કરવા બદલ હોદ્દા પરથી હટાવાયા

author img

By

Published : Dec 7, 2020, 5:42 PM IST

મોરબીમાં રવાપર ગ્રામપંચાયત દ્વારા નિયમ વિરુદ્ધ મલ્ટિસ્ટોરી બિલ્ડીંગ બાંધવાની મંજૂરી અપાયા બાદ જેતે સ્થળે સાત માળનું બિલ્ડીંગ ખડકાઈ ગયું હતું. જૂન 2017માં ગુજરાત પંચાયત અધિનિયમ-1993ની કલમ 57 (1) મુજબ કાર્યવાહી કરી સરપંચને સત્તા પરથી દૂર કરવા અને ગેરકાયદે બિલ્ડીંગ તોડી પાડવા માટેની કાર્યવાહી કરાવવા એક જાગૃત નાગરિક દ્વારા અરજી કરવામાં આવી હતી. જે મામલે મોરબી જિલ્લા વિકાસ અધિકારી પી.જે. ભગદેવે રવાપર ગ્રામપંચાયતના મહિલા સરપંચને જવાબદારી ન નિભાવવા બદલ હોદ્દા પરથી દૂર કરવાનો લેખિત હુકમ કર્યો છે.

મોરબીના રવાપર ગામના સરપંચને સત્તાનો દુરૂપયોગ કરવા બદલ હોદ્દા પરથી હટાવાયા
મોરબીના રવાપર ગામના સરપંચને સત્તાનો દુરૂપયોગ કરવા બદલ હોદ્દા પરથી હટાવાયા
  • મોરબીના રવાપર ગામના સરપંચને હોદાપરથી દૂર કરાયા
  • બિનઅધિકૃત બાંધકામને લઈને સરપંચને હોદ્દા પરથી દૂર કરાયા
  • રવાપરમાં નિયમો વિરૂદ્ધ બાંધકામ છતા સરપંચે નોટિસ આપી સંતોષ માન્યો
  • જિલ્લા વિકાસ અધિકારી પી. જે. ભગદેવે મહિલા સરપંચને હોદ્દા પરથી દૂર કરાયા

મોરબીઃ આ અંગે મળતી માહિતી મુજબ, મગન મૂળજીભાઈ ચાવડાએ રવાપરના મહિલા સરપંચ રમાબેન સંજયભાઈ અધારા વિરુદ્ધ 19-06-2017ના રોજ એક અરજી કરી હતી, જે અરજીમાં બિનખેતી થયેલા પ્લોટ પર નિયમ વિરુદ્ધ 2થી 7 માળની ઈમારતો બાંધવાની મંજૂરી આપી દેવામાં આવી હતી. કેટલા માળની મંજૂરી ગ્રામ પંચાયત આપી શકે એના નિયમોની અવગણના કરવામાં આવી હતી. બાંધકામની મંજૂરી આપતા સમયે પ્લોટની માપ-સાઈઝ પ્રમાણે ખૂલ્લી રાખવાની જમીન બાબતે આંખ આડા કાન કરવામાં આવ્યા હતા.

રવાપર ગામમાં નિયમો વિરુદ્ધ બાંધકામ હોય છતાં સરપંચે નોટિસ આપી સંતોષ માન્યો

અરજી મળ્યા બાદ તંત્ર તરફથી સરપંચને કાર્યવાહી કરવાનો આદેશ હોવા છતાં મહિલા સરપંચે બિલ્ડીંગ ધારકોને માત્ર નોટિસ પાઠવી કાર્યવાહી કરી હોવાનો સંતોષ માન્યો હતો. અનઅધિકૃત બાંધકામો તોડી પાડવાની સત્તા હોવા છતાં એ સત્તાનો ઉપયોગ ન કરીને ફરજમાં બેદરકારી દાખવી હોવાની પણ અરજદારે રજૂઆત કરી હતી. તેમજ તમામ રજૂઆત સમયે તારીખોમાં ગેરહાજર રહી મહિલા સરપંચે ફરજ પ્રત્યે વધુ બેદરકારી દાખવી હોવાની ફરજો બજાવવામાં ગેરવર્તણૂક કરી હોવાની તેમજ હોદ્દાનો દુરુપયોગ કર્યો હોવાની નોંધ લીધી હોવાનો આક્ષેપ છે. આ આક્ષેપને લઈ મોરબી જિલ્લા વિકાસ અધિકારી પી. જે. ભગદેવે પંચાયત અધિનિયમ-1993ની કલમ-57 (1) હેઠળ તેઓને મળેલી સત્તાની રૂએ રવાપરના મહિલા સરપંચ રમાબેન સંજયભાઈ અધારાને સરપંચના હોદ્દા પરથી દૂર કરવાનો હુકમ કર્યો છે. મોરબીના રવાપર ગામના સરપંચને હોદ્દા પરથી દૂર કરાયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.