ETV Bharat / state

ટંકારા સબ રજીસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ નોંધણીની પ્રક્રિયા ઓનલાઈન શરૂ કરવામાં આવી - મોરબી

ટંકારા સબ રજીસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ નોંધણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. કોરોના વાઈરસ અને લોકડાઉનને કારણે આ પ્રક્રિયા ઓનલાઈન શરુ કરવામાં આવી છે. સોશિયલ ડિસ્ટન્સ અને સરકારે આપેલા સુચનોના પાલન સાથે આ કામગીરી કરવામાં આવશે.

Tankara Sub-Registrar's Office
ટંકારા સબ રજીસ્ટાર કચેરી
author img

By

Published : Apr 28, 2020, 12:08 PM IST

મોરબી: ટંકારા સબ રજીસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ નોંધણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. કોરોના વાઈરસ અને લોકડાઉનને કારણે આ પ્રક્રિયા ઓનલાઈન શરુ કરવામાં આવી છે. સોશિયલ ડિસ્ટન્સ અને સરકારે આપેલા સુચનોના પાલન સાથે આ કામગીરી કરવામાં આવશે.

રાજ્ય સરકારના મહેસુલ વિભાગ દ્વારા તારીખ 23 એપ્રિલ, 2019ના રોજ રાજ્યની નગરપાલિકા તથા મહાનગરપાલિકા સિવાયની એટલે કે, ગ્રામ્ય વિસ્તારની સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણીની પ્રક્રિયા શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી હતી.

કોરોના વાઈરસના સંક્રમણ અંતર્ગત આપવામાં આવેલા જરૂરી સૂચનો

  • સબ રજીસ્ટાર કચેરી ટંકારામાં દસ્તાવેજને નોંધણી માટે પહેલા દરેક પક્ષકારને કચેરી બહાર સેનિટાઈઝેશનથી હાથ સાફ કરી કચેરીમાં પ્રવેશ કરવાનો રહેશે.
  • દસ્તાવેજની નોંધણી માટે આવનાર અરજદાર વકીલ, બોન્ડ રાઈટર, સ્ટેમ્પ વેન્ડરઓએ કોરોના વાઈરસના સંક્રમણ અંતર્ગત આપવામાં આવેલા જરૂરી સૂચનોનું પાલન કરવાનું રહેશે.
  • દસ્તાવેજ કરવા માટે ગરવી વેબસાઈટમાં http://garvi.gujarat.gov.in પર ઈ-પેમેન્ટ અને દસ્તાવેજ માટે ઓનલાઇન અપોઈન્ટમેન્ટ મેળવવાની રહેશે.
  • ઈ-પેમેન્ટથી નોંધણી ફી ભરેલા દસ્તાવેજની નોંધણી થઈ શકશે.
  • દસ્તાવેજની નોંધણી માટે અંગૂઠાનું નિશાન(બાયોમેટ્રિક પદ્ધતિય) તેમજ વિડિયો રેકોર્ડિંગ સહિતની પ્રક્રિયા યથાવત રહેશે.
  • દરેક પક્ષકારે માસ્ક ફરજિયાત પહેરીને કચેરીમાં આવવાનું રહેશે.
  • માસ્ક સિવાયના અરજદારોને કચેરીમાં પ્રવેશ મળશે નહીં.
  • સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું રહેશે.
  • ફક્ત દસ્તાવેજને નોંધણીની કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવી છે.
  • બે વ્યક્તિ વચ્ચે ઓછામાં ઓછું 6 ફૂટનું અંતર રાખવાનું રહેશે.

આ શરતો તથા તમામ સૂચનાઓ અંગે જોગવાઈઓનું પાલન સબ રજીસ્ટાર કચેરી ટંકારામાં દસ્તાવેજ નોંધણી માટે આવનારા અરજદારો, વકીલ, બોન્ડરાઈટર સહીત તમામે પાલન કરવાનું રહેશે. નોંધણી નિરીક્ષક મોરબી આર. કે. પરમારે આ બાબતે જાણકારી આપી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.