- ગુજરાત પેપર મિલ એસોસિએશન અને મોરબી પેપરમીલ ઉધોગની મિટિંગ યોજાઈ
- પેપરમીલ ઉધોગ મુશ્કેલીમાં હોવાથી કપરા ચડાણ
- મોરબીના પેપરમીલ ઉધોગની પરિસ્થિતિ અત્યંત ખરાબમોરબી પેપરમિલ ઉધોગમાં રો-મટિરિયલના અભાવે 20 ટકા ઉત્પાદન ઘટ્યું
મોરબી: સિરામિક હબ ગણાતું મોરબી હવે પેપરમીલ હબ પણ બની ગયું છે. સમગ્ર રાજ્યમાં 125 પેપરમીલ સામે એકલા મોરબીમાં જ 50 જેટલી પેપરમીલો આવેલી છે. ત્યારે કોરોના કાળમાં લોકડાઉન બાદ રો મટિરિયલના ભાવમાં 50 ટકાનો ઉછાળો આવતા મોરબી પેપરમીલ એસોસિએશન દ્વારા ઉત્પાદનમાં 20 ટકા કાપ મુકવાની સાથે પૂંઠા -પસ્તીના ભાવમાં 10 ટકા ઘટાડો કરવા નિર્ણય કરવામાં આવ્યો છે.
સમગ્ર રાજ્યમાં કાગળ ઉત્પાદનમાં મોરબી જિલ્લો મોખરે
સમગ્ર રાજ્યમાં કાગળ ઉત્પાદનમાં મોરબી જિલ્લો મોખરે છે. રાજ્યમાં વડોદરા, રાજકોટ, હિંમતનગર, મહેસાણા અને સુરેન્દ્રનગર મળીને કુલ 125 પેપરમીલો આવેલી છે. જે પૈકી એકલા મોરબીમાં જ 50 જેટલી પેપરમીલો આવેલી છે. ત્યારે કોરોના લોકડાઉન બાદ પેપરમીલ ઉદ્યોગને પડતી મુશ્કેલી અંગે આજે રાજ્યના પેપરમીલ માલિકોની મહત્વપૂર્ણ બેઠક મોરબી ખાતે મળી હતી. જેમાં કાચા માલની અછત ઉપરાંત રો-મટિરિયલના ભાવમાં 50 ટકા જેટલો ઉછાળો આવતા ઉત્પાદનમાં 20 ટકા કાપ મુકવા નક્કી કરાયું હતું.
આ પણ વાંચો: મોરબીમાં લોકડાઉન વચ્ચે પેપરમિલ ઉદ્યોગ શરુ થયા
કન્ટેનરની અછતના કારણે શિપિંગ ભાવમાં પણ વધારો થયો
આ બાબતે મોરબી પેપરમીલ એસોશિએશનના પ્રમુખ કિરીટભાઈ પટેલે જણાવ્યું હતુ કે, મુખ્યત્વે યુરોપિયન અને ગલ્ફ દેશોમાંથી ગુજરાતની પેપરમીલોમાં રો-મટિરિયલ આવતું હતું. પરંતુ વૈશ્વિક મહામારી કોરોનાના કારણે લોકડાઉન બાદ વિદેશથી આવતો કાચો માલ બંધ થયો છે. ઉપરાંત રાજસ્થન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતની સ્થાનિક માર્કેટમાંથી આવતો કાચો માલ પણ મોંઘો થયો છે. ખાસ કરીને આગાઉ 16 રૂપિયા પ્રતિકિલો લેખે આવતું રો-મટીરીયલ હાલ રૂપિયા 25 સુધી પહોંચી ગયું છે. પરિણામે પેપરમીલોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વધુમાં હાલમાં આ મુશ્કેલીના સમયગાળામાં પેપરમિલો દ્વારા 20 ટકા ઉત્પાદન ઘટાડવાની સાથે-સાથે સ્થાનિક રો-મટિરિયલના ભાવમાં 10 ટકા ઘટાડો કરવા નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી પૂંઠા -પસ્તીના ભાવ ઘટી જશે અને પેપરમીલોને આંશિક રાહત થશે.
ઉત્પાદનમાં 30 ટકા ધટાડો આવ્યો
કન્ટેનરની પણ હાલમાં અછત છે જેમાં વર્ષ દરમિયાન 10 લાખ કન્ટેનર બનતા હતા પરતું કોરોના મહામારીના વર્ષમાં માટે 3 લાખ કન્ટેનું ઉત્પાદન થયું છે. જેથી કન્ટેનરની અછત સર્જાઈ છે. બલદેવભાઈ નાયકપરા જણાવે છે કે, આજે મીટીંગનું આયોજન કરીને ગુજરાતમાંથી આશરે 150 પેપરમિલ માલિકોને બોલવવામાં આવ્યા હતા. હાલમાં પેપરમિલ ઉધોગ અને પેકેજીંગ ઉધોગ મુશ્કેલીમાં છે. ત્યારે બંને ઉધોગને કઈ રીતે બચાવવા તે બાબતની ચર્ચા કરી ભવિષ્યમાં બજારને કઈ રીતે કંટ્રોલ કરવું અને સંગ્રહખોરી સહિતના કારણોને લીધે રો-મટિરિયલમાં ભાવ વધારો થયો છે.