મોરબીઃ હળવદના ચરાવડા નજીક સીએનજી રિક્ષામાં ચાલુ રિક્ષાએ મોબાઇલ ફાટતા રિક્ષા ચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને ટ્રક સાથે રિક્ષા અથડાઇ હતી. અકસ્માતમાં રિક્ષા ચાલકને ગંભીર ઇજા થતા તેને સારવાર માટે મોરબી અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો જ્યાં તેનું મૃત્યુ થયું હતું.
હળવદના ચરાવડા નજીક CNG રિક્ષામાં ચાલુ રિક્ષાએ મોબાઇલ ફાટતા રિક્ષા ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને ટ્રક સાથે રિક્ષા અથડાઇ હતી. જેથી રિક્ષા ચાલકને ગંભીર ઇજા થતા સારવારમાં મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો જ્યાં તેનું મૃત્યુ નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતા પરેશભાઈ જોગડ રિક્ષા લઈને જતા હતા, ત્યારે તેનો મોબાઈલ ફોન ફાટ્યો હતો અને ગંભીર ઈજા થવાથી તેનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે, તો આ અગાઉ પણ મોરબી જિલ્લામાં મોબાઈલ ફાટતા એક યુવાને જીવ ગુમાવ્યો હતો.