ETV Bharat / state

મોરબીના ભડિયાદ ગામ નજીક શ્રમિકની હત્યા કરનારો મુખ્ય આરોપી ઝડપાયો - પોલીસ

મોરબીના ભડિયાદ ગામ નજીક સિરામિક ફેક્ટરીમાં કામ કરતો યુવક અન્ય બે સાથી કર્મચારી સાથે બાઈક પર નીકળ્યો હતો પણ ત્યાંથી ઘરે પરત ફર્યો ન હતો અને યુવકનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવતા પોલીસે મૃતકના પિતાની ફરિયાદને આધારે હત્યાનો ગુનો નોંધી તપાસ ચલાવી હતી, જેમાં એક આરોપીને ઝડપી લીધા બાદ મુખ્ય આરોપીની પોલીસે ધરપકડ કરી છે.

મોરબીના ભડિયાદ ગામ નજીક શ્રમિકની હત્યા કરનારો મુખ્ય આરોપી ઝડપાયો

author img

By

Published : Dec 24, 2020, 4:16 PM IST

  • મોરબીના ભડિયાદ ગામમાં શ્રમિકની હત્યા કરનારો ઝડપાયો
  • પોલીસે મુખ્ય આરોપી બલરામ રમેશને ઝડપી પાડ્યો
  • મિલેનિયમ વિટ્રિફાઈડ ફેક્ટરીમાં કામ કરતા મજૂરની થઈ હતી હત્યા

મોરબીઃ ભડિયાદ ગામ નજીક સિરામિક ફેક્ટરીમાં કામ કરતો યુવક અન્ય બે સાથી કર્મચારી સાથે બાઈક પર નીકળ્યો હતો પણ ત્યાંથી ઘરે પરત ફર્યો ન હતો અને યુવકનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવતા પોલીસે મૃતકના પિતાની ફરિયાદને આધારે હત્યાનો ગુનો નોંધી તપાસ ચલાવી હતી, જેમાં એક આરોપીને ઝડપી લીધા બાદ મુખ્ય આરોપીની પોલીસે ધરપકડ કરી છે.

હત્યાનો મુખ્ય આરોપી બલરામ રમેશ ઝડપાયો

મોરબીના ભડિયાદ ગામની સીમમાં આવેલી મિલેનિયમ વિટ્રિફાઈડ નામની ફેક્ટરીમાં રહીને મજૂરી કરતા માધુસિંગ કેશરસિંગ પરમારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે, તેનો દીકરો મનોજ કારખાનાના માટી ખાતામાં કામ કરતા બલરામ રમેશ આદિવાસી અને રાયસિંગ અમરસિંગ સાથે બાઈકમાં સાંજે ગયા હતા. પણ ત્યાંથી તેઓ પરત આવ્યા ન હોવાથી તેમની શોધખોળ કરતા ગોડાઉન પાછળ મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવને પગલે તાલુકા પોલીસે આરોપી બલરામ રમેશ આદિવાસી (રહે. ભડિયાદ) અને રાયસિંગ અમરસિંગ (રહે. હાલ અમરેલી) સામે ગુનો નોંધી તપાસ ચલાવી હતી.

કેમ હત્યા કરી તે દિશામાં પોલીસની તપાસ શરૂ

તાલુકા પોલીસે આગાઉ આરોપી રાયસિંગ અમરસંગને ઝડપી લીધો હતો. જ્યારે મુખ્ય આરોપી બલરામ રમેશ આદિવાસીને ઝડપી લેવા ચક્રોગતિમાન કરતા મુખ્ય આરોપી બલરામને પણ પોલીસે પકડી પાડ્યો હતો. કયા કારણોસર હત્યા કરવામાં આવી તે દિશામાં પણ પોલીસે તપાસ ચલાવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.