મોરબીઃ હળવદ GIDC વિસ્તારમાં મીઠાના કારખાનામાં (Morbi Halvad GIDC Tragedy) મસમોટી દિવાલ ધરાશાયી થતા ત્યાં (Wall collapsed in Halvad GIDC) મજૂરી કરતા શ્રમિકો દટાઈ (The Funeral Yatra held at Halvad of Morbi) ગયા હતા. જ્યારે આ ઘટનામાં 12 લોકોના ઘટનાસ્થળે મોત થયા હતા. ત્યારે હળવદ પંથકમાં ભારે શોક વ્યાપી ગયો હતો. તો હળવદમાં 9 લોકોની સ્મશાન યાત્રા કાઢવામાં આવી હતી.

આ પણ વાંચો- વલસાડના કપરાડામાં ધસમસતા પાણીના પ્રવાહમાંથી અંતિમ યાત્રા કાઢવા લોકો થયા મજબૂર
શીતલબેનને ગર્ભ હતો, માતાપુત્રની અર્થી સાથે ઉઠતા ચિચિયારીઓ થઈ - હળવદના GIDC વિસ્તારમાં (Morbi Halvad GIDC Tragedy) આવેલા મીઠાના કારખાનામાં દિવાલ ધસી પડતા ત્યાં મજૂરી કરતા શ્રમિકો દટાઈ ગયા હતા. તેમાં 12 જેટલા લોકોના મોત થતા અરેટાટી મચી હતી. આ દુર્ઘટનાથી સમગ્ર હળવદ પંથક હચમચી ઊઠ્યું છે અને હળવદ પંથકમાં ભારે શોક વ્યાપી ગયો છે.
આ પણ વાંચો- ગોંડલમાં 12 વ્યક્તિ સાથે સ્મશાન યાત્રા નીકળી અને 144 કલમના કારણે લૌકિક ક્રિયા બંધ
આ લોકોની નીકળી સ્મશાન યાત્રા - તો ગોઝારી ઘટના બાદ રાત્રે 39 વર્ષીય રાજેશભાઈ જેતામભાઈ મકવાણા, 23 વર્ષીય શીતલબેન દિલીપભાઈ કોળી, 3 વર્ષીય દીપક દિલીપભાઈ કોળી, 15 વર્ષીય દક્ષા રમેશભાઈ કોળી, 26 વર્ષીય દિલીપભાઈ રમેશભાઈ કોળી, 42 વર્ષીય રમેશ મેપાભાઈ કોળી, 13 વર્ષીય શ્યામ રમેશભાઈ કોળીની સ્મશાન યાત્રા નીકળી હતી.
પ્રધાનો અને ધારાસભ્ય સહિતના આગેવાનો જોડાયા સ્મશાન યાત્રામાં - આ સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સાથોસાથ મોરબી પ્રભારી મંત્રી દેવાભાઈ માલમ અને ધારાસભ્ય પરસોતમભાઈ સાબરિયા સહિતના વિવિધ ક્ષેત્રના આગેવાનો પણ આ સ્મશાન યાત્રામાં સામેલ થયા હતા.