ETV Bharat / state

મોરબીમાં યોજાશે લેઉઆ પટેલ સમાજના પ્રથમ સમૂહલગ્નોત્સવ - Gujarati News

મોરબીઃ શ્રી સરદાર લેઉઆ પાટીદાર સમાજ ટંકારા દ્વારા તા. 07ને અખાત્રીજના દિવસે લેઉઆ પટેલ સમાજ વાડી હરબટીયાળી ખાતે લેઉઆ પટેલ સમાજના પ્રથમ સમૂહ લગ્નોત્સવ યોજાશે, જેમાં 62 નવદંપતીઓ પ્રભુતામાં પગલા માંડશે.

ટંકારાના હરબટીયાળીમાં લેઉઆ પટેલ સમાજના પ્રથમ સમૂહલગ્નોત્સવ યોજાશે
author img

By

Published : May 3, 2019, 10:44 AM IST

લેઉઆ પટેલ સમાજના પ્રથમ સમૂહ લગ્નોત્સવમાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ, ગુજરાત સરકારના કેબીનેટ પ્રધાન જયેશ રાદડિયા, વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી તેમજ જ્ઞાતિ રત્ન મહેશ સવાણી સુરત અને કાગવડ ખોડલધામ ટ્રસ્ટી ગોપાલ વસ્તરપરા સહિતના સામાજિક અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.

પ્રથમ સમૂહલગ્નના પ્રણેતા એવા નરેન્દ્ર પરસોત્તમભાઈ સંઘાત અને તેની સમગ્ર ટીમ સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે અને તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

લેઉઆ પટેલ સમાજના પ્રથમ સમૂહ લગ્ન પૂર્વે 4 સ્થળે રક્તદાન કેમ્પ યોજાશે અને 800 રક્તદાતાઓ નોંધાઈ ચુક્યા છે. ત્યારે રક્તદાન કેમ્પ બાદ સમૂહલગ્નમાં પધારનાર નરેશ પટેલ અને જયેશ રાદડિયાની રક્તતુલા કરવામાં આવશે. જયારે પરેશ ધાનાણીની સાકર તુલા કરવામાં આવશે. સમૂહ લગ્નમાં જોડાનાર દીકરીઓ પૈકી 13 માતાપિતા વિહોણી દીકરીઓ પણ જોડાઈ છે જેને દાતાઓના સહયોગથી ફિક્સ ડીપોઝીટ પણ આપવામાં આવશે અને દીકરીઓને માતાપિતાની ખોટ ન રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે

R_GJ_MRB_02_03MAY_TANKARA_SAMUH_LAGN_FILE_PHOTO_AV_RAVI

R_GJ_MRB_02_03MAY_TANKARA_SAMUH_LAGN_SCRIPT_AV_RAVI

ટંકારાના હરબટીયાળીમાં લેઉઆ પટેલ સમાજના પ્રથમ સમૂહલગ્નોત્સવ

નરેશ પટેલ અને જયેશ રાદડિયાની રક્તતુલા,

પરેશ ધાનાણીની સાકાર તુલા કરાશે

        શ્રી સરદાર લેઉઆ પાટીદાર સમાજ ટંકારા દ્વારા તા. ૦૭ ને અખાત્રીજના દિવસે લેઉઆ પટેલ સમાજ વાડી હરબટીયાલી તા ટંકારા ખાતે લેઉઆ પટેલ સમાજના પ્રથમ સમૂહ લગ્નોત્સવ યોજાશે જેમાં ૬૨ નવદંપતીઓ પ્રભુતામાં પગલા માંડશે

        લેઉઆ પટેલ સમાજના પ્રથમ સમૂહ લગ્નોત્સવમાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ, ગુજરાત સરકારના કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા, વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી તેમજ જ્ઞાતિ રત્ન મહેશભાઈ સવાણી સુરત અને કાગવડ ખોડલધામ ટ્રસ્ટી ગોપાલભાઈ વસ્તરપરા સહિતના સામાજિક અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહેશે પ્રથમ સમૂહલગ્નના પ્રણેતા એવા નરેન્દ્રભાઈ પરશોતમભાઈ સંઘાત અને તેની સમગ્ર ટીમ સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે અને તડામાર તૈયારીઓ ચાલી રહી છે

સમૂહલગ્ન પૂર્વે રક્તદાન કેમ્પ, મહાનુભાવોની રક્તતુલા

        લેઉઆ પટેલ સમાજના પ્રથમ સમૂહ લગ્ન પૂર્વે ૪ સ્થળે રક્તદાન કેમ્પ યોજાશે અને ૮૦૦ રક્તદાતાઓ નોંધાઈ ચુક્યા છે ત્યારે રક્તદાન કેમ્પ બાદ સમૂહલગ્નમાં પધારનાર નરેશભાઈ પટેલ અને જયેશભાઈ રાદડિયાની રક્તતુલા કરવામાં આવશે જયારે પરેશ ધાનાણીની સાકર તુલા કરવામાં આવશે

માતા-પિતા વિહોણી ૧૩ દીકરીઓને ફિક્સ ડીપોઝીટ

        સમૂહ લગ્નમાં જોડાનાર દીકરીઓ પૈકી ૧૩ માતાપિતા વિહોણી દીકરીઓ પણ જોડાઈ છે જેને દાતાઓના સહયોગથી ફિક્સ ડીપોઝીટ પણ આપવામાં આવશે અને દીકરીઓને માતાપિતાની કમી ના રહી જાય તેવું આયોજન કરવામાં આવ્યું છે

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩     

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.