ETV Bharat / state

લોકડાઉનને 10 દિવસ પૂર્ણ થતા મોરબી જિલ્લા કલેક્ટરે કામગીરી અંગે માહિતી આપી - morbi news

કોરોના વાઈરસના ફેલાવાને રોકવા 21 દિવસ માટે લોકડાઉન કરવામાં આવ્યું છે. આ લોકડાઉનના 10 દિવસ પૂર્ણ થતા મોરબી જિલ્લા કલેક્ટરે કામગીરી અંગે માહિતી આપી હતી.

The district collector gave information after completion of 10 days of lock down
લોકડાઉનને 10 દિવસ પૂર્ણ થતા જિલ્લા કલેકટરે કામગીરી અંગે માહિતી આપી
author img

By

Published : Apr 4, 2020, 4:06 PM IST

મોરબી: જિલ્લા કલેક્ટર જે. બી. પટેલ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, લોકડાઉન જાહેર થયાના 10 દિવસ વીતી ચૂક્યા છે. ત્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 28 શંકાસ્પદ દર્દીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે પૈકીના 27 દર્દીના નેગેટીવ રિપોર્ટ આવ્યા છે. હજૂ એક રિપોર્ટ આવવાનો બાકી છે. આ ઉપરાંત જિલ્લામાં કુલ 1600 લોકોને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. જેમાં ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા 400 પૈકી 372 મૂળ મોરબીના નાગરિકો હોય જે વિદેશ ગયા હોય અને 28 વિદેશી નાગરિકોનો સમાવેશ થયો છે. આમ ક્વોરેન્ટાઈન કર્યા છે. 1100 લોકોએ 14 દિવસનો પીરિયડ પૂર્ણ કર્યો છે. જ્યારે બાકીના લોકોનો પણ ક્વોરેન્ટાઈન પીરિયડ પૂર્ણ થતા તેને મુક્ત કરાશે તેમ જણાવ્યું હતું.

મોરબી જિલ્લામાં હજૂ એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. આમ છતાં તંત્ર દ્વારા આગોતરા આયોજન કરાયું છે. જેમાં મોરબીની સિવિલ હોસ્પિટલમાં 100 બેડ, ક્રિષ્ના હોસ્પિટલમાં 35 બેડ અને મયુર હોસ્પિટલમાં 30 બેડ એમ 165 બેડની આઈસોલેશન વોર્ડની તૈયારી કરવામાં આવી છે અને ભવિષ્યમાં પોઝિટિવ કેસ આવે તો તંત્ર પૂરું સજ્જ છે. તે ઉપરાંત જિલ્લામાં ડોર ટૂ ડોર સર્વે કામગીરીમાં હજૂ સુધી શંકાસ્પદ દર્દીઓ સામે આવ્યા નથી.

આ ઉપરાંત કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જાહેરનામાં પ્રસિદ્ધ કરાયા છે. જીવનજરૂરી ચીજવસ્તુઓ લેવા માટે છૂટ આપી હોય, જેથી સવારે થોડો ટ્રાફિક બજારમાં જોવા મળે છે. છતાં મોરબી જિલ્લામાં લોકોનો સારો પ્રતિસાદ છે. લોકડાઉનની અમલવારી યોગ્ય રીતે કરવામાં આવી રહી છે. આમ કાયદો અને વ્યવસ્થા જાળવવા નિયમિત રીતે જિલ્લા એસપી સાથે ચર્ચા કરવામાં આવતી હોવાનું જણાવ્યું હતું.

આ ઉપરાંત આરોગ્ય વિભાગના ડેઈલી રિપોર્ટ મેળવી કામગીરીની સમીક્ષા કરવામાં આવતી હોવાનું જિલ્લા કલેકટર દ્વારા જણાવ્યું હતું. મોરબી જિલ્લામાં લોકડાઉનની અમલવારીમાં નાગરિકોનો સહયોગ પ્રાપ્ત થતો હોવાનું જણાવીને નાગરીકોને આગામી 11 દિવસ સંયમ જાળવવા અને લોકડાઉન કામગીરિ કરતા પોલીસ, આરોગ્ય વિભાગને યોગ્ય સહયોગ આપવા અપીલ કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.