ETV Bharat / state

મોરબી શંકાસ્પદ બોમ્બ પ્રકરણનો આરોપી ઝડપાયો - સેટમેક્ષ સિરામિક ફેક્ટરી

વાંકાનેરના સરતાનપર રોડ પરની ફેક્ટરીમાં શંકાસ્પદ બોમ્બ મળ્યા બાદ પોલીસ ટીમોમાં દોડધામ મચી હતી. જોકે, બોમ્બમાં વિસ્ફોટક પદાર્થ ના હોવાનું ખુલ્યું હતું તો શંકાસ્પદ પાર્સલ મોકલનાર શખ્સને પણ પોલીસે દબોચી લીધા બાદ પૂછપરછમાં સાઉથ ફિલ્મ જોઇને બોમ્બ બનાવ્યો હતો અને ઉદ્યોગપતિને ધમકી આપી હતી.

મોરબી શંકાસ્પદ બોમ્બ પ્રકરણનો આરોપી ઝડપાયો

author img

By

Published : Jan 9, 2021, 3:45 PM IST

  • મોરબી શંકાસ્પદ બોમ્બ પ્રકરણનો આરોપી ઝડપાયો
  • વતનમાં જવાના રૂપિયા નહોતા જેથી બોમ્બ બનાવ્યો
  • ઉદ્યોગપતિને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી

મોરબી : વાંકાનેરના સરતાનપર રોડ પરની ફેક્ટરીમાં શંકાસ્પદ બોમ્બ મળ્યા બાદ પોલીસ ટીમોમાં દોડધામ મચી હતી. જોકે, બોમ્બમાં વિસ્ફોટક પદાર્થ ના હોવાનું ખુલ્યું હતું તો શંકાસ્પદ પાર્સલ મોકલનાર શખ્સને પણ પોલીસે દબોચી લીધા બાદ પૂછપરછમાં સાઉથ ફિલ્મ જોઇને બોમ્બ બનાવ્યો હતો અને ઉદ્યોગપતિને ધમકી આપી હતી.

મોરબી શંકાસ્પદ બોમ્બ પ્રકરણનો આરોપી ઝડપાયો

વતનમાં જવાના રૂપિયા ના હોય જેથી બોમ્બ બનાવ્યો

વાંકાનેર તાલુકાનાં સરતાનપર રોડ ઉપર આવેલ સેટમેક્સ સિરામીક નામના કારખાનામાં ગુરૂવારે શંકાસ્પદ પાર્સલ કોઇએ મોકલાવ્યુ હતુ અને સેટમેકસ નામના કારખાનાના સિક્યુરિટી ગાર્ડને બોક્ષ આપી ગયા બાદ તે બોક્ષને સિક્યુરિટી ગાર્ડે ઓફિસમાં આપ્યુ હતું. આ બોક્ષ ખોલતાં તેમાં ટાઈમ બોમ્બ જેવું લાગતુ હતુ માટે આ બનાવની પોલીસે અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. પોલીસે બોમ્બ સ્કવોડની ટીમની મદદથી બોમ્બ ડીફ્યુઝ કર્યો હતો. જોકે, બોમ્બ બનાવવામાં વિસ્ફોટક પદાર્થ મળી આવ્યો ના હતો. જે બનાવ અંગે પોલીસે વિવિધ ટીમો બનાવી તપાસ ચલાવી હતી. જેમાં મોબાઈલથી મેસેજ કરનાર શખ્સ જીતેન બલરામસિંગ લોધીને પોલીસે દબોચી લીધો હતો અને બનાવની વધુ તપાસ હાથ ધરી છે.

સાઉથની ફિલ્મ જોઇને બોમ્બ બનાવવાનો વિચાર આવ્યો

આરોપી જીતેન રાજપૂતે જણાવ્યું કે, તેને સાઉથની ફિલ્મ જોઇને નકલી બોમ્બ બનાવવાનો આઈડિયા આવતા વાંકાનેર ખાતેથી ઇલેક્ટ્રિક દુકાનેથી બેટરી, ટાઈમર (ઘડિયાળ) ખરીદી હતી. જયારે અન્ય દુકાનેથી માર્કર કાગળ સહિતની ચીજવસ્તુઓ ખરીદી હાથે પેપરનો રોલ કરી લાલ કલરથી રંગી લાલ કરી રોલમાં રેતી ભરી બેટરી સર્કીટ અને વાયરના ટુકડાઓ જોડી ટાઈમર ચાલુ કરી ટાઈમ બોમ્બ જેવું બનાવી કાગળના બોક્સમાં મૂકી પ્લાસ્ટિક થેલી સિક્યુરીટી ગાર્ડને આપી શેઠને આપવા જણાવ્યું હતું.

આરોપી બેરોજગાર હતો,વતનમાં જવા પૈસા નહોતા

નકલી બોમ્બ પ્રકરણમાં ઝડપાયેલ આરોપી મૂળ એમપીના ભોપાલ જિલ્લાનો વતની હતો. જે કોઈ કામધંધો કરતો નહોતો અને વતનમાં જવાના પૈસા ન હોવાથી સાઉથની ફિલ્મ જોઇને બોમ્બ બનાવી કારખાનાને ઉડાવી દેવાની મોબાઈલ ફોનથી ધમકી આપી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.