ETV Bharat / state

મોરબીમાં ખુલ્લી તલવાર સાથે કોન્ટ્રાકટરનો સિરામિક ફેકટરીમાં આતંક - કોન્ટ્રાકટરનો સિરામિક ફેકટરીમાં આતંક

મોરબીના સિરામિક ઉદ્યોગકારો ફફડી ઉઠ્યાં છે. એક કોન્ટ્રાક્ટર દ્વારા ખુલ્લી તલવાર સાથે ધાકધમકી આપવામાં આવતાં મોરબી સિરામિક એસોસિએશન દ્વારા ઘટનાને દુખદ ગણાવી કડક કાર્યવાહીની માગ કરવામાં આવી છે. Morbi ceramic factory , Terror of contractor with open sword , Morbi Ceramic Association Demand

મોરબીમાં ખુલ્લી તલવાર સાથે કોન્ટ્રાકટરનો સિરામિક ફેકટરીમાં આતંક

author img

By

Published : Aug 27, 2022, 10:11 PM IST

મોરબી મોરબીમાં આવેલ સિરામિક ઉદ્યોગમાં હાલ એક મહિનાનું વેકેશન ચાલી રહ્યું છે. ત્યારે આજે પીપળી રોડ પર આવેલ સ્પેન્ટાગોન સિરામિક ફેક્ટરીનો કોન્ટ્રાકટર ખુલ્લી તલવાર લઈને કારખાનામાં ધસી ગયો હતો. કારખાનાના ભાગીદારોને ધમકાવી કોન્ટ્રાકટ બાબતે ધાક ધમકીઓ આપી હતી. જેથી નારાજ ઉદ્યોગપતિઓ મોટી સંખ્યામાં પોલીસ મથકે દોડી ગયા હતાં અને ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી છે.

કોન્ટ્રાકટર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા તજવીજ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ સ્પેન્ટાગોન નામની ફેકટરીમાં જનરેટર કોન્ટ્રાકટ ચલાવતો ઇસમ રણદીપ ખુલ્લી તલવાર સાથે ફેકટરીમાં આવીને કોન્ટ્રાકટ મામલે કારખાનાના ભાગીદારો સાથે બોલાચાલી કરી હતી અને આતંક મચાવ્યો હતો. આવી લુખ્ખાગીરી અને ધાકધમકીથી ભોગ બનેલા ઉદ્યોગપતિઓ તેમજ સિરામિક એસોસિએશન પ્રમુખ મુકેશભાઈ કુંડારિયા, યુવા અગ્રણી અજયભાઈ લોરિયા તેમજ મોટી સંખ્યામાં સિરામિક ઉધોગપતિઓ તાલુકા પોલીસ મથકે પહોંચ્યા હતાં.

આ પણ વાંચો મોરબીની બેન્કમાંથી 15 લાખની ઉચાપત કરનાર મહિલા સહિત બન્ને જેલ હવાલે

શું હતો મામલો આ બનાવ મામલે સ્પેન્ટાગોન ફેકટરીના ભાગીદાર પ્રકાશ પટેલે જણાવ્યું હતું કે રણદીપ જનરેટર કોન્ટ્રાકટ ચલાવે છે અને હાલ શટડાઉન લીધું હોવાથી કોન્ટ્રાકટ મુકાવવાની વાત હતી. જેથી કોન્ટ્રાકટરે ખુલ્લી તલવાર સાથે આવીને મારો કોન્ટ્રાકટ જ ચાલુ રહેશે અને મારો માણસ ત્યાંથી હટશે નહીં કહ્યું હતું અને પેમેન્ટ આપવા જણાવ્યું હતું જોકે કોન્ટ્રાકટરને કોઈ પેમેન્ટ ચુકવણી બાકી ન હોય જેથી ફેકટરીના ભાગીદારે પેમેન્ટ બાકી નથી કહ્યું હતું. જેથી હથિયાર લઈને આવી લુખ્ખા તત્વની જેમ આતંક મચાવી ભયનો માહોલ પેદા કર્યો હતો. જેથી તાલુકા પોલીસ મથકે આવી ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી હોવાનું ભોગ બનનાર ઉદ્યોગપતિએ જણાવ્યું હતું.

આ પણ વાંચો ગેસ ટેન્કરમાંથી ગેસ કટિંગ કરવાના કૌભાંડનો પર્દાફાશ, લાખોનો મુદામાલ બરામત કરાયો

કડક કાર્યવાહી કરવા એસોની માંગ ઘટનાને પગલે મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ તેમજ સિરામિક એસો. પ્રમુખ મુકેશ કુંડારિયા પણ પોલીસ મથક દોડી ગયા હતાં. જ્યાં તેઓએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પ્રકાશભાઈ અને પીન્ટુભાઈ કારખાને હોય ત્યારે હથિયાર સાથે આવી હુમલાનો પ્રયાસ કર્યો હતો. જે ઘટના દુખદ છે. કોન્ટ્રાકટર હુમલો કરે તો ઇન્ડસ્ટ્રીઝ કેમ ચલાવવી. જેથી આવા લુખ્ખા તત્વો સામે કડક કાર્યવાહી કરી ઉદ્યોગપતિઓને સુરક્ષા આપવા માંગ કરી છે. Morbi ceramic factory , Terror of contractor with open sword , Morbi Ceramic Association Demand મોરબી સિરામિક ફેક્ટરી, કોન્ટ્રાકટરનો સિરામિક ફેકટરીમાં આતંક , મોરબી સિરામિક એસોસિએશન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.