બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના જાંબુડિયા નજીક આવેલ લેટીના સિરામિક ફેકટરીમાં અનિતાબેન સ બીલવાલ (ઉ.વ.20) નામની પરિણીતાએ આપઘાત કર્યો હતો. જે બનાવ અંગે મૃતકના પિતા પારૂ બુચા મોરી આદિવાસીએ તાલુકા પોલીસમાં તેની દીકરીને મરવા મજબુર કરી હોવાની ફરિયાદ નોંધાવી છે.
જેમાં જણાવ્યું છે કે, આરોપી પતિ સુનીલ બીલવાલ, જેઠ મનીષભાઈ, જેઠાણી મંજુબેન તેમજ દિયર ઇલ્યાસભાઈ એ બધાએ ફરિયાદીની દીકરી અનીતાના ચારિત્ર્ય પર શંકા કરી તેમજ તને કાઈ કામ આવડતું નથી કહીને મ્હેણાં ટોણા મારી માનસિક તેમજ શારીરિક ત્રાસ ગુજારી મરવા માટે મજબુર કરતા તેને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યાની ફરિયાદ નોંધાવી છે તાલુકા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે
.