ETV Bharat / state

હળવદમાં 10 વર્ષના બાળકની હત્યા કરનાર સાવકી માતા જેલ હવાલે - Narmada Canal

મોરબી હળવદમાં 10 વર્ષના‌ બાળકને તેની સાવકી માતાએ મોતને ઘાટ ઉતારી નર્મદા કેનાલમાં ‌ફેકી દિધો હતો. જેથી પોલીસે હત્યાનો ગુનો નોંધી સાવકી માતાને ઝડપી પાડી હતી. કોર્ટ તેને જેલહવાલે કરવાનો હુકમ કર્યો હતો.

હળવદમાં 10 વર્ષના બાળકની હત્યા કરનાર સાવકી માતા જેલ હવાલે

author img

By

Published : Oct 21, 2020, 1:43 PM IST

  • સાવકી માતા દ્વારા 10 વર્ષના બાળકની હત્યા
  • નર્મદા કેનાલમાંથી મળી આવ્યો બાળકનો મૃતદેહ
  • બાળકની હત્યા કરનારી માતાની ધરપકડ

મોરબીઃ હળવદ મોરબી-માળીયા ચોકડી પાસે 10 વર્ષના‌ બાળકને સાવકી માતાએ નર્મદા કેનાલમાં ‌ફેકી દેતા હત્યાના ગુનામાં પોલીસે સાવકી માતાને ઝડપી પાડી હતી અને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે સાવકી માતાને જેલહવાલે કરવાનો હુકમ કર્યો હતો.

10 વર્ષના બાળકની કરાઇ હત્યા

હળવદના વિશાલ પેકેજીંગના કારખાનામાં રહેતા જયેશભાઈ જયંતીભાઈ પ્રજાપતિ અને પત્ની ભાવિષાબેન પ્રજાપતિના 10 વર્ષના ધુવ ઉર્ફે કાનો સાવકી માતાને ગમતો ન હોવાથી સાવકા પુત્ર ધ્રુવ ઉર્ફે કાનો થોડા દિવસ પહેલા મોરબી-માળીયા ચોકડી પાસે આવેલી નર્મદા કેનાલમાં ફેંકી દીધી હતો અને બાદમાં પોલીસને અતિશય શોધખોળના અંતે દસ વર્ષના પુત્રની કોહવાઈ ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.

સાવકી માતાની ધરપકડ

સાવકી માતા સામે પોલીસે હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી અને તેને કોર્ટેમાં રજૂ કરવામાં આવતા કોર્ટે સાવકી માતા ભાવિષાબેન પ્રજાપતિની જામીન અરજી નામંજૂર કરી જેલ હવાલેનો હુકમ કર્યો હતો. આ અંગે હળવદ પોલીસ સ્ટેશનના પીઆઇ પી.એ. દેકાવાડીયાએ જણાવ્યું હતું કે, મંગળવારે સાવકી માતા ભાવિષાબેન પ્રજાપતિની અટકાયત કરી હતી અને કોર્ટમાં રજૂ કરતા કોર્ટેએ જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.