બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીની કચેરી મોરબીને ૧૮૧ દ્વારા વાંકાનેર શહેર વિસ્તારમાં બાળ લગ્નની મળેલ ફરિયાદના આધારે ટીમે સ્થળ પર પહોંચીને તપાસ કરતા દીકરીની ઉમર નાની હોવાથી બાળ લગ્ન અટકાવ્યા હતા.
બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી અનિલાબેન એફ.પીપલીયા, પ્રોબેશન ઓફિસર સુનિલભાઈ રાઠોડ તેમજ રંજનબેન મકવાણા, સમીરભાઈ લધ્ધડ, હિમાંશુભાઈ જાની (બાળ સુરક્ષા એકમ મોરબી) અને શહેર પોલીસ વાંકાનેરની ટીમે બાળ લગ્ન અટકાવ્યા હતા. તેમજ આગેવાનોને બાળ લગ્ન ધારો 2006ની સમજ આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, આર્થિક રીતે સમૃદ્ધ મોરબી જિલ્લામાં બાળલગ્નનું દુષણ જોવા મળી રહ્યું છે અને છેલ્લા પખવાડિયામાં ૧૦ બાળ લગ્ન અટકાવ્યા બાદ વધુ એક બાળ લગ્ન સમાજ સુરક્ષા ટીમ દ્વારા અટકાવવામાં આવ્યા છે.