મળતી વિગતો અનુસાર હળવદ તાલુકાના ટીકર રણકાંઠાના ઢશી વિસ્તારમાં કેમિકલની કેટલીક ફેકટરીઓ ધમધમી રહી છે. આ કેમિકલની ફેકટરીઓ ધૂડખર વિસ્તારમાં દબાણ કર્યું છે. ત્યારે આ કેમિકલની ફેકટરીઓ દ્વારા ફેલાતું પ્રદુષણ છોડતું કેમિકલયુક્ત પાણી ઘુડખર માટે ખૂબ જોખમભર્યું હોવાની અનેક વખત ફરિયાદો ઉઠ્યા બાદ પ્રદુષણ કંટ્રોલ બોર્ડ દ્વારા હળવદ તાલુકાના ટીકર રણકાંઠા વિસ્તારમાં આવેલ કેમિકલની ફેક્ટરીઓમાં સઘન તપાસ કરવામાં આવી હતી.
જેમાં પ્રદુષણ કંટ્રોલ બોર્ડ દ્વારા સાત કેમિકલ ફેકટરીઓમાં ચેકિંગ કરી ચાર કેમિકલની ફેક્ટરીમાંથી જરૂરી નમૂના લઈને પ્રદુષણ ફેલાવવા મામલે નોટિસ ફટકારવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જોકે ઘણા સમયથી પ્રદુષણ ફેલાવતી આ કેમિકલની ફેકટરીઓ સામે પ્રદુષણ કંટ્રોલ બોર્ડે લાલ આંખ કરી છે અને કડક કાર્યવાહીના નિર્દેશ આપતા પ્રદુષણ ફેલાવતા અન્ય એકમોમાં ફફળાટ મચી ગયો છે. આ કાર્યવાહીમાં પોલ્યુશન બોર્ડના હેનીલ પાદરીયા સહિતનો સ્ટાફ જોડાયો હતો.