- મોરબીમાં 45થી વધુ ઉમરના લોકો માટે ફરી રસીકરણ શરુ
- કોરોના રસીકરણની કામગીરી બંધ રાખવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો હતો
- વાવાઝોડાની પરિસ્થિતિ બાદ ફરીથી મોરબી જિલ્લામાં રસીકરણની કામગીરી પૂર્વવત કરવામાં આવી
મોરબી: તૌકતે વાવાઝોડાની આગાહીના પગલે મોરબી જિલ્લામાં કોરોના રસીકરણની કામગીરી બંધ રાખવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો હતો. જોકે વાવાઝોડાની પરિસ્થિતિ બાદ ફરીથી મોરબી જિલ્લામાં રસીકરણની કામગીરી પૂર્વવત કરવામાં આવી હતી.
આ પણ વાંચો: પાટણ જિલ્લામાં કોરોના રસીકરણ ફરી કાર્યક્રમ શરૂ કરાયો
જિલ્લામાં 15 સ્થળો પર આજથી રસીકરણ શરુ
મોરબી જિલ્લામાં અને મોરબી તાલુકામાં સિવિલ હોસ્પીટલ મોરબી, સંસ્કાર ઈમેજિંગ સેન્ટર, લીલાપર અર્બન હેલ્થ સેન્ટર (પરસોતમ ચોક), સો ઓરડી અર્બન હેલ્થ સેન્ટર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બગથળા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઘુંટુ, સબ સેન્ટર રવાપર, વાંકાનેર તાલુકામાં સબ ડીસ્ટ્રીકટ હોસ્પીટલ વાંકાનેર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કોઠી, હળવદ તાલુકામાં સબ ડીસ્ટ્રીકટ હોસ્પીટલ હળવદ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જુના દેવળીયા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ટીકર, ટંકારા તાલુકામાં - સામુહિક આરોગ્ય કેન્દ્ર ટંકારા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લજાઈ માળીયા તાલુકામાં - પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરવડ, આમ જિલ્લામાં કુલ 15 સ્થળોએ કોરોના રસીકરણ કામગીરી ચાલુ કરવામાં આવી છે.
આ પણ વાંચો: જામનગરમાં છ દિવસ બાદ રસીકરણ ફરી શરૂ, શહેરીજનોમાં જોવા મળ્યો ભારે ઉત્સાહ