ચકચારી બનાવની મળતી માહિતી મુજબ 14 ઓક્ટોબર,2016ના રોજ માળિયાના રહેવાસી પતિ-પત્ની કામકાજ સબબ બહાર ગયા હતા અને વૃધ્ધાના ઘરે એકલા હોવાનો લાભ લીધો હતો.આરોપી જયંતી મનજી બારોટ નામનાશખ્સ ઘરમાં ઘુસી70 વર્ષીય વૃધ્ધા સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે બનાવ સંદર્ભે ભોગ બનનારના પુત્રવધુએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તે ઉપરાંત માળિયા પોલીસે દુષ્કર્મની ફરિયાદ બાદ આરોપીને ઝડપી લીધોં હતો.
જે અંગેનો કેસ મોરબી ડિસ્ટ્રીકટ કોર્ટમાં ચાલી જતા આજે ડિસ્ટ્રીકટ કોર્ટે દુષ્કર્મ કેસમાં આરોપીને સજા ફટકારી છે. સરકારી વકીલ સંજય દવેએ કરેલી દલીલોને પગલે આરોપીને કોર્ટે દુષ્કર્મના કેસમાં 7 વર્ષની સજા,7000નો દંડ તેમજ કલમ 452 હેઠળ ત્રણ વર્ષની સજા અને ત્રણ હજારનો દંડ કર્યો હતો. આમ આરોપીને કુલ 7 વર્ષની સજા અને 10 હજારનો દંડ ફટકાર્યો છે.
ભોગ બનનાર વૃધ્ધાને ન્યાય મળે તે પૂર્વે જ મોત
આજે મોરબી કોર્ટે દુષ્કર્મનો ભોગ બનેલા વૃદ્ધાને ન્યાય આપતા દુષ્કર્મની કલમની જોગવાઈ મુજબ નરાધમ આરોપીને સાત વર્ષ કેદની સજા ફટકારી હતી, પરંતુ ભોગ બનનાર વૃદ્ધા ચાર્જશીટ ફાઈલ થયા બાદ કેસ ચાલતો હોય તે દરમિયાન જ મૃત્યુ પામ્યા હતા.