વિશ્વ તમાકુ દિવસ નિમિત્તે મોરબી જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી જિલ્લા પંચાયત કચેરી મોરબીથી શરુ કરીને મુખ્ય માર્ગો પર ફરીને નગરપાલિકા કચેરી ખાતે પહોંચી હતી. જનજાગૃતિની રેલીમાં DDO એસ.એમ ખટાણા, જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જે.એમ કતીરા અને નર્સિગ તાલીમ શાળાની વિદ્યાર્થીનીઓ મોટી સંખ્યામાં જોડાઈ હતી.
આ રેલીમાં વિવિધ બેનરો દ્વારા તમાકુના વ્યસનથી થતાં નુકસાન અને કેન્સર જેવા ભયંકર રોગો વિશે જાગૃતિ ફેલાવાના પ્રયાસ કરાયા હતા. રેલી અંગે DDOએ જણાવ્યું હતું કે, "31 મેના રોજ વિશ્વ તમાકુ દિવસ તરીકે ઉજવાય છે. ભારતમાં કેન્સરના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે, ત્યારે તમાકુથી થતાં ગંભીર રોગો અંગે લોકોમાં જાગૃત કરવાના હેતુથી રેલી યોજવામાં આવી હતી.