ETV Bharat / state

ભાજપના નારાજ નેતાઓના કરાયા મનામણાં, જૂથવાદને ડામવામાં મળી સફળતા

મોરબી: રાજકોટ લોકસભા બેઠક પરથી સાંસદ મોહનભાઈ કુંડારિયાને રિપીટ કરવામાં આવતા વાંકાનેરના ભાજપ નેતા જીતુભાઈ સોમાણીએ કાર્યકર્તા સ્નેહમિલનનું આયોજન કરી પક્ષ સામે બળવો પોકાર્યો હતો. જોકે જીતુભાઈ સોમાણી તેના હરીફ જૂથ મોહનભાઈ કુંડારિયાને ચૂંટણીમાં નુકસાન પહોંચાડે તે પૂર્વે જ સમાધાન થઇ ગયું હોવાનું સુત્રો જણાવી રહ્યાં છે.

જીતુભાઇનો સ્નેહ સંમેલન
author img

By

Published : Mar 31, 2019, 9:45 PM IST

રાજકોટથી મોહનભાઈ કુંડારિયાને ટિકિટ આપવાની જાહેરાત બાદ વાંકાનેર ભાજપના અગ્રણી નેતા જીતુભાઈ સોમાણીએકાર્યકર્તા સંમેલનમાં વિધાનસભા ચૂંટણી હરાવવામાં સાંસદનો હાથ હોવાના ખુલ્લા આક્ષેપો કરીને અપક્ષ ઉમેદવારી કરવાની તૈયારી દર્શાવી પક્ષ સામે બળવો કર્યો હતો.

લોકસભા ચૂંટણીમાં CMના હોમ ટાઉન એવી રાજકોટ બેઠકમાં જુથવાદને પગલે પક્ષને નુકશાન ન જાય તેમજ ભાજપના ઉમેદવારને હારનો સામનો કરવો ના પડે તે માટે CM દ્વારા આ મામલે દરમિયાનગીરી કરવામાં આવી હોવાનું આધારભૂત સુત્રો જણાવી રહ્યાં છે.

CMની દરમિયાનગીરી બાદ મોહનભાઈ કુંડારિયા અને જીતુભાઈ સોમાણી વચ્ચે સમાધાન થઇ જતા આખરે ઘીના ઠામમાં ઘી પડ્યું છે. તો આંતરિક મતભેદો ભૂલી જઈને મોહનભાઈને રાજકોટ બેઠક પરથી જીતાડવા માટે જીતુભાઈ સોમાણીએ કાર્યકરોને હાકલ કરી છે. ત્યારે ભાજપ પક્ષ દ્વારા જુથવાદને ડામી દેવામાં સફળતા મળી છે. તો પક્ષના નારાજ નેતાને મનાવી લેવાયા છે તેવું જાણવા મળ્યું છે.

R_GJ_MRB_06_31MAR_BJP_NETA_SAMADHAN_FILE_PHOTO_AV_RAVI

R_GJ_MRB_06_31MAR_BJP_NETA_SAMADHAN_SCRIPT_AV_RAVI

રાજકોટ લોકસભા ઉમેદવાર અને વાંકાનેર આગેવાન વચ્ચે આખરે સમાધાન 

બંને જૂથ વચ્ચે વિધાનસભા ચુંટણી વખતથી હતો ખટરાગ

        રાજકોટ લોકસભા બેઠક પરથી સાંસદ મોહનભાઈ કુંડારિયાને રીપીટ કરવામાં આવતા વાંકાનેરના ભાજપ નેતા જીતુભાઈ સોમાણીએ કાર્યકર્તા સ્નેહમિલન યોજી પક્ષ સામે બળવો પોકાર્યો હતો જોકે જીતુભાઈ સોમાણી તેના હરીફ જૂથ મોહનભાઈ કુંડારિયાને ચુંટણીમાં નુકશાન પહોંચાડે તે પૂર્વે જ સમાધાન થઇ ગયું હોવાનું સુત્રો જણાવી રહ્યા છે

        રાજકોટથી મોહનભાઈ કુંડારિયાને ટીકીટ આપવાના એલાન બાદ વાંકાનેર ભાજપના અગ્રણી નેતા જીતુભાઈ સોમાણીએ બોલાવેલા કાર્યકર્તા સંમેલનમાં વિધાનસભા ચુંટણી હરાવવામાં સાંસદનો હાથ હોવાના ખુલ્લા આક્ષેપો કરીને અપક્ષ ઉમેદવારી કરવાની તૈયારી દર્શાવી પક્ષ સામે બળવો કર્યો હતો અને લોકસભા ચુંટણીમાં સીએમના હોમ ટાઉન એવી રાજકોટ બેઠકમાં જુથવાદને પગલે પક્ષને નુકશાન ના જાય તેમજ ભાજપના ઉમેદવારને હારનો સામનો કરવો ના પડે તે માટે ખુદ સીએમ દ્વારા આ મામલે દરમિયાનગીરી કરવામાં આવી હોવાનું આધારભૂત સુત્રો જણાવી રહ્યા છે અને સીએમની દરમિયાનગીરી બાદ મોહનભાઈ કુંડારિયા અને જીતુભાઈ સોમાણી વચ્ચે સમાધાન થઇ જતા આખરે ઘીના ઠામમાં ઘી પડ્યું છે અને મતભેદો ભૂલી જઈને મોહનભાઈને રાજકોટ બેઠક પરથી જીતાડવા માટે જીતુભાઈ સોમાણીએ કાર્યકરોને હાકલ કરી છે ત્યારે ભાજપ પક્ષ દ્વારા જુથવાદને ડામી દેવામાં સફળતા મળી છે અને પક્ષના નારાજ નેતાને મનાવી લેવાયા છે તેવું જાણવા મળ્યું છે 

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩ 

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.