પ્રાપ્ત વિગતો અનુસાર, વાવડી રોડ પર આવેલ ભગવતી પાર્ક સોસાયટીના રહેણાંક મકાનમાં ગેસનો બાટલો લીકેજ થતા તુરંત ફાયરની ટીમને જાણ કરવામાં આવી હતી અને ફાયર ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો અને લીકેજ ગેસનો બાટલો ઘરની બહાર સમયસર કાઢવામાં આવતા કોઈ અણબનાવ બન્યો નહોંતો. તેમજ સમગ્ર બનાવમાં કોઈને જાનહાની કે ઈજા પહોંચી ન થતાં ફાયરની ટીમે રાહતનો શ્વાસ લીધો હતો.
ગેસનો બાટલો લીકેજ થતા લાગેલી આગના બનાવમાં સદનસીબે કોઈ જાનહાની કે નુકશાની થવા પામી નથી. જો કે, ગેસનો બાટલો સળગી ઉઠતા થોડીવાર માટે રહીશોના જીવ પડીકે બંધાયા હતા અને કોઈ અનિચ્છનીય ઘટના બને તે પૂર્વે જ ગેસનો બાટલો ફાયરની ટીમે બહાર કાઢી આગ પર કાબુ મેળવી લેતા દુર્ઘટના સહજમાં ટળી હતી.