ETV Bharat / state

દુષ્કર્મ કેસમાં ફસાયેલા ખેવારીયા ગામના ઉપસરપંચની જામીન અરજી નામંજૂર

મોરબીઃ જિલ્લાના ખેવારીયા ગામના ઉપસરપંચ વિરૂધ્ધ એક પરિણીતાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. આ માટે આરોપી ઉપસરપંચે મોરબી ડીસ્ટ્ર્રીકટ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. આ આરોપ ગંભીર હોવાથી અને એટ્રોસીટી પણ નોંધાઈ હોવાથી કોર્ટે આરોપીની જામીન નામંજૂર કર્યા છે.

morbi
author img

By

Published : May 15, 2019, 9:42 PM IST

ખેવારીયા ગામના ઉપસરપંચ જયદીપ પટેલ વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધાયો છે. પોલીસ દ્વારા તેની ધરપકડ પણ કરવામાં આવી હતી. આરોપી જયદીપ પટેલે એક પરિણીતાના દીકરા અને પતિને જાનથી મારી નાંખવાની તેમજ ફોટા વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચરવાનો ગુનો દાખલ કરાયો છે. આજરોજ આરોપીએ મોરબી એડીશનલ ડિસ્ટ્રીકટ જજની કોર્ટમાં જામીન અરજી મુકી હતી. જામીન અરજીના સુનાવણીમાં ફરિયાદી તરફે ધારાશાસ્ત્રી દિલીપ અગેચણીયાએ ધારદાર દલીલ કરી હતી.

દલીલ કરતા એડવોકેટ દિલીપ કોર્ટ સમક્ષ કહ્યું હતું કે, જામીન આપવાથી તેની સમાજ પર વિપરીત અસર થાય છે. આરોપી ખેવારીયાનો ઉપસરપંચ છે અને રાજકીય પીઠબળ ધરાવે છે. જો તેને જામીન આપવામાં આવે તો તે સાક્ષી તોડીને પુરાવા સાથે ચેડા કરી શકે છે. આ ઉપરાંત, તેના પર એટ્રોસિટી એક્ટ મુજબનો ગુનો પણ નોંધાયો છે. આ દલીલોને ધ્યાનમાં રાખી કોર્ટે તેની જામીન અરજી ફગાવી દીધી હતી.

R_GJ_MRB_06_15MAY_DUSHKARM_JAMIN_ARJI_ADVOCATE_FILE_PHOTO_AV_RAVI

R_GJ_MRB_06_15MAY_DUSHKARM_JAMIN_ARJI_ADVOCATE_SCRIPT_AV_RAVI

મોરબીના દુષ્કર્મ કેસમાં ખેવારીયાના ઉપસરપંચની જામીન અરજી કોર્ટે ફગાવી

        મોરબીના ખેવારીયા ગામના ઉપસરપંચ વિરુદ્ધ દુષ્કર્મનો ગુન્હો નોંધાયા બાદ તેની ધરપકડ કરવામાં આવી હોય જેને જામીન માટે કોર્ટમાં અરજી કરી હોય જે જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે

        મોરબીના ખેવારીયા ગામના ઉપસરપંચ જયદીપ ઠાકરશીભાઈ પટેલે પરિણીતાના દીકરા અને પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપીને દુષ્કર્મ આચર્યું હોય જે અંગે ગુન્હો નોંધાયા બાદ પોલીસે આરોપી ઉપસરપંચ જયદીપ પટેલની પોલીસે ધરપકડ કર્યા બાદ આરોપીએ મોરબી એડી. ડીસ્ટ્રીકટ જજની કોર્ટમાં જામીન અરજી કરી હતી જેમાં ફરિયાદી તરફે ધારાશાસ્ત્રી દિલીપભાઈ અગેચણીયા રોકાયેલ હતા ફરિયાદીના વકીલે દલીલ કરી હતી કે આવા કેસમાં સરળતાથી જામીન આપવાથી તેની સમાજ પર વિપરીત અસર થાય છે તેમજ આરોપી ખેવારીયાનો ઉપસરપંચ હોય જેથી પોતાના હોદાને લીધે જામીન પર છૂટી જાય તો સાક્ષી પુરાવા સાથે ચેડા કરી સકે છે આરોપીએ ગંભીર પ્રકારનો સમાજ વિરોધી ગુન્હો કરેલ છે વધુમાં આરોપીe એટ્રોસિટી એક્ટ મુજબનો ગુન્હો કરેલ છે ફરિયાદી પોતે સતત ભયમાં રહેતા હોય અને સમાજમાં બદનામીના ડરને કારણે મોડી ફરિયાદ નોંધાવેલ કોર્ટે ફરિયાદી પક્ષના એડવોકેટ દિલીપભાઈ અગેચણીયાની દલીલ માન્ય રાખી આરોપી જયદીપ પટેલની જામીન અરજી નામંજૂર કરી છે

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩ 

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.