વાયુ વાવાઝોડાને પગલે સમગ્ર તંત્ર સતર્ક થયું છે ત્યારે જીલ્લા કલેકટર તંત્રની તૈયારીઓ અંગે જણાવે છે કે, વાવાઝોડાને પગલે લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી ચાલી રહી છે. જેમાં અપેક્ષિત સંખ્યા મુજબ 50 ટકાથી વધુ લોકોને ખસેડવામાં આવ્યા છે અને સંભવિત વાવાઝોડા પૂર્વ તમામ લોકોને સલામત સ્થળે ખસેડાશે.
હાલ મોરબી જીલ્લામાં 55 સ્થળે આશ્રયસ્થાનોમાં સ્થળાંતર કરેલ લોકોને રાખવામાં આવ્યા છે. જ્યાં પ્રાથમિક સુવિધાઓ મળી રહે તેની તકેદારી રાખવામાં આવી છે. તે ઉપરાંત આશ્રયસ્થાનોમાં હાલ 36 સગર્ભા મહિલાઓ હોય જેને જરૂરી આરોગ્ય સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી હોવાનું પણ જણાવ્યું હતું.