વધુમાં જણાવવામાં આવ્યું છે કે, રાસાયણિક ખાતરના વેચાણમાં વધુમાં વધુ ખેડૂતોને લાભ મળે તે મુજબની વિતરણ વ્યવસ્થા ગોઠવવી. આ ઉપરાંત કોઈ પણ વિક્રેતાએ ખાતરની બેગ પર છાપેલ કિંમત કરતા વધારે કિંમતે રાસાયણિક ખાતરનું વિતરણ કરવું નહી. વધુમાં જણાવવાનું કે, યુરીયા, ડી.એ.પી. જેવા રાસાયણિક ખાતરના વેંચાણ સાથે બીજી કોઈ પણ પ્રકારની ખેત સામગ્રીની ફરજીયાતપણે ખરીદી કરવાનો ખેડૂતોને અનુરોધ કરવો નહી કે ફરજ પાડવી નહીં.
FCO-1985ની જોગવાઈ મુજબ સ્ટોક રજીસ્ટર, ડીસપ્લે બોર્ડ તથા બીલ બુક નિયત નમુનામાં અદ્યતન પ્રકારે નિભાવવાની રહેશે. સરકાર દ્વારા માન્ય કંપનીના જ રાસાયણિક ખાતર વેંચાણ કરવા તેમજ સોઈલ કંડીશનરને રાસાયણિક ખાતર તરીકે વેચાણ કરવું નહીં. રાસાયણિક ખાતર વેચાણ બાબતે કોઈ પણ પ્રકારની અનિયમિતતા માલુમ પડશે અથવા ધ્યાન પર આવશે તો તેમની પેઢીનું રાસાયણિક ખાતર વેંચાણ લાઈસન્સ તાત્કાલીક અસરથી રદ કરવામાં આવશે. જેની ગંભીર નોંધ લેવા નાયબ ખેતી નિયામક મોરબી, એસ.એ.સીણોજીયાની યાદીમાં જણાવ્યું છે.