- મોરબીમાં પેટા ચૂંટણીને લઈ પોલીસ એક્શન મોડમાં
- પેટા ચૂંટણી પહેલા 5 બુટલેગરોની કરી ધરપકડ
- પાસા હેઠળ તમામ બુટલેગરોને ઝડપી જેલમાં ધકેલાયા
મોરબીઃ મોરબીમાં પેટા ચૂંટણી વખતે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને અને મતદારો સુરક્ષિત રીતે મતદાન કરી શકે તે માટે હવે પોલીસ હરકતમાં આવી છે. પેટા ચૂંટણીને ધ્યાનમાં રાખી પોલીસે દારૂની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા 5 આરોપીની ધરપકડ કરી છે. ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠલ બી ડિવિઝન પીઆઈ આઈ. એમ. કોઢિયા અને તાલુકા પીએસઆઈ એ. એ. જાડેજા મારફતે 5 પાસા વોરંટ બજવણી કરવામાં આવ્યા હતા.
પોલીસે આરોપી ભરત પીઠુંભાઈ ધાંધલ (વાંકાનેર), રાહુલ વનરાજ બાલાસરા (ટંકારા), રવિ હેમંત કુવરિયા (મોરબી), મહેબૂબ સુલેમાન સુમરા (મોરબી વિસીપરા) અને ધર્મેશ જગદીશ મેર (મોરબી વિસીપરા) વાળા આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે આ તમામ આરોપીને અમદાવાદ, વડોદરા અને સુરતની જેલમાં મોકલ્યા છે.