- મોરબી જિલ્લામાં કોરોના કાળ દરમિયાન પકડાયો બોગસ ડોક્ટર
- આરોપી વાંકાનેરના રાતાવીરડા ગામમાં બાલાજી મેડિસીન નામનું દવાખાનું ચલાવતો હતો
- મોરબી જિલ્લાના વાંકાનેરમાં આરોપી દર્દીઓના આરોગ્ય સાથે કરી રહ્યો હતો ચેડા
મોરબીઃ વાંકાનેરના રાતાવીરડા ગામમાંથી પોલીસે બોગસ ડોક્ટરની ધરપકડ કરી હતી. કોરોના કાળમાં એક તરફ ડોક્ટર્સની અછત સર્જાઈ રહી છે તો તેવામાં આરોપીઓ પણ સ્થિતિનો લાભ ઉઠાવી નકલી ડોક્ટર બનીને લાભ ઉઠાવવાની તૈયારીમાં છે. આરોપી વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામમાં બાલાજી મેડિસીન નામનું દવાખાનું ચલાવી રહ્યો હતો. પોલીસને આ વાતની ખબર પડતા પોલીસે દરોડા પાડી આરોપીની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો- નવસારીના અલીફ નગરમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો
વાંકાનેર તાલુકા પોલીસે બોગસ ડોક્ટર સામે કરી કાર્યવાહી
વાંકાનેર તાલુકા પોલીસ ટીમને મળેલી બાતમીને આધારે રાતાવીરડા ગામમાં બાલાજી મેડિસીન નામના દવાખાનામાં ડિગ્રી વગર આરોપી કનૈયાકુમાર મોતીશાહ ગુપ્તા (ઉં.વ.26, મૂળ બિહાર, હાલ રાતાવીરડા) લોકોની સારવાર કરતો હતો. જોકે, પોલીસને આ વાતની જાણ થતા આરોપીના દવાખાનામાં દરોડા પાડી તેને રંગેહાથ ઝડપી પાડ્યો હતો.
પોલીસે 30,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો
પોલીસે આરોપી પાસેથી 31,624 રૂપિયાની કિંમતનો એલોપેથિક જથ્થો કબજે કર્યો હતો. કોરોના કાળમાં ડોક્ટરનું મહત્વ વધ્યું છે. ત્યારે આનો જ લાભ ઉઠાવી આરોપી નકલી ડોક્ટર બની લોકોની સારવાર કરતો હતો. જોકે, પોલીસે ડિગ્રી વગરના આ ડોક્ટરની ધરપકડ કરી છે.