વાંકાનેરના ઠીકરીયાળી ગામમાં આવેલા દેવાબાપાની જગ્યાએ 27 ઓગસ્ટ 2019ના રોજ 5 વર્ષના પ્રિન્સ પ્રવીણ નાકીયા નામનો બાળક દાદા સાથે ધાર્મિક કાર્યક્રમમાં ગયો હતો, ત્યારે તેનું અપહરણ થયાની ફરિયાદ નોંધાઈ હતી અને 31 ઓગસ્ટે તેનો મૃતદેહ કુવામાંથી મળી આવ્યો હતો. જે બનાવ બાદ સ્થાનિક પોલીસ, એલસીબી, સીપીઆઈ ટીમ સહિતની વિવિધ ટીમો બનાવી જુદી-જુદી દિશામાં તપાસ હાથ ધરી હતી. આ મંદિરમાં રાખેલા CCTVની તપાસ કરતા મૃતક બાળકના કૌટુંબિક કાકા આરોપી રસિકલાલ નાકીયાની વર્તણુક શંકાસ્પદ લાગતા વોચ રાખી હતી અને આરોપીની સઘન પૂછપરછ કરતા ભાંગી પડ્યો હતો અને બાળકના હત્યાની કબુલાત કરી હતી.
માસુમની હત્યા કેસમાં આરોપી કાકા રસિક છેલુ નાકીયાએ કબુલાત કરી કે, આરોપીની દીકરી અને મૃતક બાળક ઘરના બાથરૂમમાં બાલ સહજ રીતે શારીરિક ચેષ્ટા કરતા હતા, જે જોઈ જતા બાળકોને ધમકાવ્યા હતા. જેથી પ્રિન્સનો કાંટો કાઢી નાખવાનું નક્કી કર્યું હતું અને દેવાબાપાની જગ્યામાં ભજનનો કાર્યક્રમ હતો. જેથી પ્રિન્સને ફોસલાવી ભાગ લેવાના બહાને મંદિર પાસે લાવીને પોતાની વાડી પાસેના હત્યા કરી મૃતદેહને કુવામાં ફેંકી દીધાની કબુલાત કરી હતી. વાંકાનેર નજીક ધાર્મિક કાર્યક્રમમાં ગયેલા બાળકના અપહરણ અને હત્યાના ગુનાનો ભેદ પોલીસે ઉકેલ્યો છે.