ETV Bharat / state

આવતીકાલે વડાપ્રધાન મોદી મોરબીની મુલાકાતે, બ્રીજ સાઈટની લઈ શકે છે વિઝિટ - PM Modi Mori Visit

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે. પણ તારીખ 30 ઑક્ટોબરના રોજ મોરબીમાં અચાનક ઐતિહાસિક (Morbi Bridge Accident) પૂલ તૂટી પડતા 100થી વધારે લોકોના (Morbi Bridge Collapse) મૃત્યું નીપજ્યા હતા. આ ઘટનાને પગલે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ યુદ્ધના ધોરણે મોરબી પહોંચીને ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. આ પછી હર્ષ સંઘવીએ સ્પષ્ટતા પણ કરી હતી કે, જવાબદાર સામે કાયદેસરના પગલાં લેવાશે

આવતીકાલે વડાપ્રધાન મોદી મોરબીની મુલાકાતે, બ્રીજ સાઈટની લઈ શકે વિઝિટ

author img

By

Published : Oct 31, 2022, 4:17 PM IST

મોરબી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરબીની (PM Modi morbi visit) ઘટનાને ગંભીરતાથી (Morbi Bridge Collapse) લીધી છે. તેમણે કેવડિયાના એકતાનગરમાંથી કરેલા સંબોધનમાં પણ મોરબીની ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. જોકે, મોરબીમાં એમના આગમનને લઈને પણ તંત્ર તૈયાર હોવાનું સુત્ર જણાવે છે. વડાપ્રધાન મોદી મોરબી (Machchhu River bridge Collapse ) આવીને મૃતકોના પરિવારજનો અને ઈજાગ્રસ્ત સાથે મુલાકાત કરી શકે છે. આ પહેલા મુખ્યપ્રધાન પટેલે પણ હોસ્પિટલમાં જઈને ઈજાગ્રસ્ત લોકોના ખબરઅંતર પૂછ્યા હતા.

ગુજરાતને મદદ: વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, મારું કરુણાભર્યું મન મોરબીના પીડિત પરિવારોની સાથે છે. ગુજરાત સરકારે તમામ તાકાતથી બચાવ અને રાહત કામગીરી ઉપાડી છે. મુખ્યપ્રધાન જાતે રાહત અભિયાનનું નેતૃત્વ કરી રહ્યાં છે. ભારત સરકાર આ સંકટ સમયે ગુજરાતને તમામ મદદ કરશે. હું એકતા નગરમાં છું પણ મારું મન મોરબીના પીડિતો સાથે છે તેવા કરૂણાભર્યા શબ્દો સાથે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ એકતા નગરમાં સરદાર જયંતીના રાષ્ટ્રીય એકતા પર્વ પ્રસંગે મોરબીની દુર્ઘટના અંગે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી. જીવનમાં ઘણી ઓછી વાર મેં આવી પીડા અનુભવી છે,દિલ દર્દથી ભરેલું છે અને બીજી તરફ કર્તવ્ય પથની વ્યસ્તતા છે.મારું કરુણાભર્યું મન પીડિત પરિવારો સાથે છે.

રાહત કામગીરીમાં સરકાર: ગુજરાતના મુખ્યપ્રધાને ગઈકાલે રાત્રિથી જ મોરબીમાં છે. તેઓ રાહત અભિયાનનું નેતૃત્વ કરી રહ્યાં છે.ભારતીય સેનાના એકમો અને એન.ડી.આર.એફ ની ટુકડીઓ બચાવ અભિયાનમાં જોડાઈ છે.હોસ્પિટલોમાં ઘાયલોની જરૂરી કાળજી લેવામાં આવી રહી છે.ગુજરાત સરકારે તેની તમામ તાકાત બચાવ અને રાહતમાં લગાડી છે.આ સંકટની ઘડીએ ભારત સરકાર તમામ રીતે પીડિત પરિવારોની સાથે છે અને કેન્દ્ર સરકાર ગુજરાતની પડખે રહેશે. આખો દેશ આજે વેદના અનુભવી રહ્યો છે.મોરબીના પીડિતોના દુખે દુઃખી થતો દેશ રાષ્ટ્રીય એકતાની શ્રેષ્ઠ ભાવના પ્રદર્શિત કરે છે. બચાવ અને રાહતના કામમાં કોઈ ઉણપ રાખવામાં નહિ આવે .

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.