મોરબીઃ લોકડાઉનની વચ્ચે હળવદ પીઆઈ એસ જી ખાંભલાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, લોકડાઉન ચાલે છે અને પોલીસ કર્મચારીઓ પોતાની કાયદેસર ફરજમાં હોય ત્યારે આરોપી અશોકસિંહ દરબાર રહે કડીયાણા તા. હળવદ વાળાએ તેના કાર્યકર રવજીભાઈ દલવાડી સાથે પોલીસે માથાકૂટ કરી હતી.
આ ઉપરાંત જેનું મનદુઃખ રાખી પોલીસ કર્મચારીઓ સાથે ગેરવર્તન કરી, અપશબ્દો બોલ્યા હતા. હળવદમાં પોલીસ સ્ટેશનમાં કેમ નોકરી કરો છો તમને હું જોઈ લઈશ કહી ધમકી આપી ધક્કો મારી પાડી દઈ પોલીસની કાયદેસર ફરજમાં રૂકાવટ કરી સફેદ કલરની ગાડી એકદમ સ્પીડમાં સ્ટાફના માણસો પર મારી નાખવાના ઈરાદે નાખી ગાડી લઈને નાસી ગયાનો ગુનો નોંધાયો છે.
વધુમાં આ અંગે હળવદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.