મોરબીના લાલપર ગામ નજીક આવેલ થોરેટો સેનેટરીમાં રાત્રીના આગ ભભૂકી ઉઠી હતી. બીજી તરફ આગની જાણ થતા મોરબી ફાયરની ૩ ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. જેમાં સાડા પાંચ કલાકની જહેમતે આગ કાબુમાં આવી હતી. આ આગ કારખાનામાં ઘાસમાં શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું હતું.
ફાયરની આ કામગીરીમાં વિનય ભટ્ટ, જયપાલસિંહ, ઉત્પલ બારોટ, રવિ સોલંકી, દિનેશ પડાયા, સલીમ ચોબે, કિશન ભટ્ટ, વસીમ મેમણ, રુકેશ સોલંકી અને હિતેશ દવે સહિતની ફાયરની ટીમે જહેમત ઉઠાવી હતી.