ETV Bharat / state

મોરબી: જલારામ બાપાની 221મી જન્મજયંતી નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન - મોરબી જિલ્લાના સમાચાર

મોરબીમાં આવેલા શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે જલારામ બાપાની 221મી જન્મજયંતી નિમિત્તે આગામી 21 નવેમ્બરે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીમાં જલારામ બાપાની 221 મી જન્મજયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોની ઉજવણી

author img

By

Published : Nov 18, 2020, 8:15 PM IST

  • જલારામ બાપાની 221મી જન્મજયંતી
  • મોરબી જલારામ મંદિર ખાતે ભવ્ય કાર્યક્રમો યોજાશે
  • અન્નકુટ દર્શન, કેક કટિંગ, મહાઆરતી, પ્રસાદ વિતરણ સહિતના કાર્યક્રમો યોજાશે

મોરબી: સંત શિરોમણી જલારામ બાપાની 221મી જન્મજયંતી આગામી શનિવારે આવી રહી છે. ત્યારે દેશ-વિદેશના ભક્તજનોમાં આ અંગે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે .

પેકિંગમાં થશે પ્રસાદનું વિતરણ

વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા અનેકવિધ કાર્યક્રમોનું ભક્તિભાવપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સવારે 6 કલાકે પ્રભાતધૂન, 9 કલાકે પૂજ્ય જલારામ બાપાનું પૂજન, 10 કલાકે અન્નકુટ દર્શન, 11:30 કલાકે વિશેષ વ્યક્તિઓના હસ્તે કેક કટિંગ, બપોરે 12 કલાકે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. કોરોના મહામારીના પગલે આ વર્ષે મહાપ્રસાદને બદલે આખો દિવસ ભક્તજનોને પ્રસાદ વિતરણ પેકીંગમાં કરવામાં આવશે.

સમાજની વિશેષ વ્યક્તિઓ દ્વારા કેક કટિંગની પ્રથા

મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા પ્રતિવર્ષ જલારામ જયંતિના પાવન પર્વ નિમિતે અતિથી વિશેષ તરીકે સમાજની વિશેષ વ્યક્તિઓને આમંત્રિત કરી તેમના હસ્તે કેક કટીંગ કરાવવામાં આવે છે. પ્રથમ વર્ષે મનોવિકલાંગ બાળકો, બીજા વર્ષે થેલેસેમિયાગ્રસ્ત બાળકો, ત્રીજા વર્ષે અંધજનો,ચોથા વર્ષે ભિક્ષુકો,પાંચમા વર્ષે શહીદ પરિવાર,છઠ્ઠા વર્ષે વૃધ્ધાશ્રમના વડીલો,સાતમા વર્ષે અનાથાશ્રમની બાળાઓ,આઠમા વર્ષે કીન્નરો,નવમા વર્ષે મહિલા ટ્રાફીક બ્રિગેડ, દસમા વર્ષે વિકલાંગ આત્મનિર્ભર મહિલાઓ દ્વારા કેક કટીંગ કરવામાં આવ્યુ હતુ. આ વર્ષે પણ સમાજના આવા જ વિશેષ વ્યક્તિઓને અતિથી વિશેષ તરીકે સ્થાન આપી, તેમના વરદહસ્તે કેક કટિંગ કરી જલારામ જયંતી ઉજવવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.