મોરબી RTO કચેરી પણ આધુનિક બની ગઈ છે. અગાઉ લાયસન્સ સહિતની કામગીરી ઑનલાઈન થઇ રહી હોવાથી હવે પછીથી RTOને લગતા વિવિધ કામકાજ માટેનું પેમેન્ટ પણ ઑનલાઈન કરવાની સુવિધા નાગરિકોને આપવામાં આવી રહી છે. જેથી લાયસન્સ કે અન્ય કામકાજ માટે અરજદાર ઘરે બેઠા જ પેમેન્ટ કરી શકે.
આ સુવિધાના કારણે લોકોનો સમય અને શક્તિની બચત થઇ શકે છે. સાથે જ અરજદારોને અગાઉ પેમેન્ટ માટે લાઈનોમાં ઉભા રહેવું પડતું હતું, જેથી સમયનો વેડફાટ થતો હતો. તો હવે ઑનલાઈન પેમેન્ટને પગલે નાગરિકો સાથે છેતરપીંડિની ઘટનાઓની શક્યતાઓ નહી રહે. આ સાથે જ વિવિધ કામકાજ માટે સરકારે નિયત કરેલી ફી ઑનલાઈન ભરી શકાશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી નાગરિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઓનલાઈન પેમેન્ટની સુવિધાને અરજદારો પણ આવકારી રહ્યાં છે.