રાજ્ય સરકારના શોપ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ એક્ટને મંજૂરી આપ્યા બાદ મોરબીમાં વેપારીઓને નગરપાલિકા હદ વિસ્તારમાં રાત્રીના 2 વાગ્યા સુધી દુકાનો, હોટેલ ખુલ્લી રાખવા માટેની પરવાનગી આપવા ખાસ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 225થી વધુ અરજીઓ આવી હતી અને કાર્યક્રમમાં ઉપસ્થિત 160 વેપારીઓને મંજૂરી આપી દેવામાં આવી છે. તેમજ અન્ય અરજી કરેલ વેપારીઓ ઉપસ્થિત ન હોય જેથી મંજૂરી કાર્યવાહી સ્થગિત રહી છે તેમજ તેને પણ સમયસર મંજૂરી આપવામાં આવશે.
પાલિકા દ્વારા આયોજિત વેપારી નોંધણી અને મંજૂરી માટેના ખાસ કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ કેતન વિલપરા, ઇન્ચાર્જ ચીફ ઓફિસર ગીરીશ સરૈયા, શોપ ઇન્સ્પેકટર આનંદભાઈ દવે સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.