હાલ PUC મેળવવા વાહનચાલકો લાંબી લાઈનો લગાવી રહ્યા છે, ત્યારે આ મોકાનો ફાયદો ઉઠાવીને PUC સેન્ટર સંચાલકો કમાણી કરી લેવાની ભાવનાથી નિયત ફી કરતા વધુ રૂપિયા વસુલતા હોવાની લોકોમાં ફરિયાદ ઉઠી છે.
ટૂ વ્હીલર માટે નક્કી કરેલ ૨૦ રૂપિયા ફીને બદલે ૪૦ રૂપિયા અને ફોર વ્હીલર માટે ૫૦ની ફી સામે ૧૦૦ રૂપિયા વસુલાતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી હતી. જે મામલે મોરબી આરટીઓ અધિકારી જે .કે. પટેલને જાણ થતા PUC સેન્ટરમાં નિયત ફી કરવા વધુ ભાવ લેવાતા હોવાની ગ્રાહકોની ફરિયાદ મળી હતી. આ બાબતે બંને સેન્ટરોને કારણ દર્શક નોટીસ આપવામાં આવી છે.