મોરબીઃ શહેરમાં ખુલ્લામાં નોનવેજના હાટડાઓ ઠેર ઠેર (Notice to nonveg seller in Morbi)જોવા મળતા હોય છે. નોનવેજની લારીઓ લાયસન્સ વિના રસ્તા પર નોનવેજનું વેચાણ કરાતું હોવાથી ફૂડ વિભાગ અને પાલિકાની ટીમોએ પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે(Morbi City Police)ચેકિંગ હાથ ધર્યું હતું જેમ લાયસન્સ વિના વેપાર કરતા 60 થી વધુ નોનવેજના ધંધાર્થીઓને નોટીસ ફટકારી છે.
શહેરના અલગ અલગ વિસ્તારમાં ચેકિંગ કર્યું
મોરબી શહેરના વિવિધ વિસ્તારમાં નોનવેજનું વેચાણ(Sale of nonveg in Morbi ) થતું હોવાથી મોરબી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના(Morbi Food and Drugs Department) એમ એમ છત્રોલા, મોરબી પાલિકાના (Morbi Municipal Team ) ચીફ ઓફિસર ગીરીશ સરૈયા અને પશુપાલન વિભાગના(Morbi Animal Husbandry Department) એ. એન કાલરીયા સહિતની ટીમે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે મોરબીના ખાટકીવાસ, પંચાસર રોડ અને વાવડી રોડ પર ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં લાયસન્સ વિના નોનવેજ વેચાણ કરનાર 60 થી વધુ ધંધાર્થીઓને નોટીસ ફટકારવામાં આવી હતી. તેમજ જુના બસ સ્ટેન્ડ નજીક અનઅધિકૃત રીતે બનાવેલ સ્પીડ બ્રેકર તોડી પાડવામાં આવ્યું હતું તેમજ નોનવેજ ધંધાર્થીઓની દુકાનના ગેરકાયદેસર પતરા અને છાપરાના ડિમોલીશન સહિતની કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ ચીફ ઓફિસરે જણાવ્યું હતું.
આ પણ વાંચોઃ UNICONDYLAR KNEE REPLACEMENT: ઘૂંટણના દુખાવાની નવી સર્જરી, દર્દીઓને હવે ઘૂંટણના દુખાવાથી કાયમી મુક્તિ મળશે