મોરબી : રાજ્યના શિક્ષણ સચિવ વિનોદ રાવ તાજેતરમાં મોરબી આવ્યા હતા. તેમણે માળિયા તાલુકાના મોટા દહીંસરા અને વવાણીયા શાળામાં ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં શિક્ષકોમાં અધ્યતન જ્ઞાનનો અભાવ તેમજ ફરજ નિષ્ઠા પ્રત્યે દાખવેલી બેદરકારી બાદ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા 5 શિક્ષકોને નોટીસો ફટકારવામાં આવી હતી. તેમજ સાત દિવસમાં જવાબો રજૂ કરવાનો આદેશ કરાયો હતો.
જેમાં અગાઉ માળિયા તાલુકામાં 1 આચાર્ય અને સીઆરસી કો ઓર્ડીનેટરને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવી હતી. હવે આ 5 શિક્ષકો સામેની કાર્યવાહીથી સમગ્ર શિક્ષણ જગતમાં ખળભળાટ મચ્યો છે. માળિયા તાલુકાના મોટા દહીંસરા શાળાના 2 શિક્ષકો તેમજ વવાણીયા કુમાર અને કન્યા શાળાના 3 શિક્ષકો એમ 5 શિક્ષકોને નોટીસો ફટકારી છે. તેમજ શિક્ષણ સચિવે કરેલી જાત તપાસમાં અસંતોષ જણાઈ આવતા જીલ્લા પ્રાથમિક શિક્ષણધિકારી મયુર પારેખ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.