ETV Bharat / state

અંદરના માણસને ટીપ આપીને 29 લાખની લૂંટનો અંજામ આપ્યો, બધા પકડાઈ ગયા - Morbi Crime News

મોરબીના પીપળી ગામ નજીક ત્રણ શખ્સોએ ફેકટરીના કર્મચારી 29 લાખની (factory worker Robbery in Morbi) રોકડ ભરેલો થેલો ઝૂંટવી નાસી ગયા હતા. જે પોલીસ ફરીયાદ દાખલ કરતા 7 આરોપી ઝડપાયા એક હજુ ફરાર છે. (Pipli village factory worker Robbery)

અંદરના માણસને ટીપ આપીને 29 લાખની લૂંટનો અંજામ આપ્યો, બધા પકડાઈ ગયા

author img

By

Published : Dec 21, 2022, 10:16 PM IST

કારખાનામાં કામ કરતા કર્મચારીએ ટીપ આપી અને 29 લાખની લૂંટને અંજામ આપ્યો,

મોરબી : પીપળી ગામ નજીક સપ્તાહ પૂર્વે મોડી સાંજના સુમારે કારમાં આવેલા ત્રણ શખ્સોએ બાઈક સાથે ગાડી ભટકાડી ફેકટરીના કર્મચારીને પછાડી દઈને 29 લાખની રોકડ ભરેલો થેલો ઝુંટવી નાસી ગયા હતા. જે બનાવ મામલે પોલીસે તપાસ (Pipli village factory worker Robbery) ચલાવી હતી. જેમાં સાત શખ્સોને 28.30 લાખના મુદામાલ સાથે ઝડપી લીધા છે. તો હજુ એક શખ્સ ફરાર હોય જેને દબોચી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. (factory worker Robbery in Morbi)

પોલીસે છ ટીમો બનાવી તપાસ હાથ ધરી મોરબીના પીપળી રોડ પરના કેલે ફેકશન ટેકનો પ્રા.લી. ના કેશિયર ચંદ્રેશ શીરવી તારીખ 15 ડીસેમ્બરના રોજ કારખાનાથી પોતાના ઘરે બાઈક લઈને જતા હોય, ત્યારે કારમાં આવેલા શખ્સોએ ફરિયાદીના બાઈકને ટક્કર મારી પછાડી દીધા હતા. જેમાં ત્રણ શખ્સો કારમાંથી ઉતરી કેશિયર પાસે રહેલા રોકડ 29 લાખ ભરેલો થેલો ઝુંટવી નાસી ગયા હતા. જે મામલે મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. (29 lakh robbery in Morbi)

બનાવમાં અંદરના માણસોનો હાથ બનાવને પગલે મોરબી જિલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠીની સુચનાથી LCB ઇન્ચાર્જ PI કે.જે. ચૌહાણના માર્ગદર્શન હેઠળ છ અલગ અલગ ટીમો બનાવી તપાસ ચલાવી હતી. જેમાં કારખાનામાં વિઝીટ દરમિયાન સહ કર્મચારી અને શકમંદોની પુછપરછ કરવામાં આવી હતી. કારખાનામાં કામ કરતા કર્મચારીએ જ ટીપ આપી હોવાનું અને અન્ય સાથીઓએ ગુનાને અંજામ આપ્યો હોવાનું ખુલ્યું હતું. જે ગુનામાં હોન્ડા સીટી, કિયા અને બલેનો ગાડીનો ઉપયોગ કરેલ હોય અને કારખાનાથી લઈને મોરબી સુધીના રૂટની રેકી કર્યાનું પણ ખુલ્યું હતું. (Bag full of cash robbery in Morbi)

એક ફરાર આરોપીને ઝડપી લેવા પોલીસની દોડધામ હુમન ઇન્ટેલિજન્સ અને ટેકનીકલ સર્વેલન્સ માધ્યમથી આરોપીઓ અર્જુનગીરી નારદગીરી ગોસાઈ (22 વર્ષીય) ભગવાન ઉર્ફે ભગો આલ (30 વર્ષીય), દશરથ ઉર્ફે લાદેન જાલુભાઈ પરમાર (28 વર્ષીય), મહિપતસિંહ અભેસંગ ગોહિલ (27 વર્ષીય), મયુરસિંહ દિલીપભાઈ ડોડીયા (28 વર્ષીય), રાજભા દિલીપસિંહ લિંબોલા (28 વર્ષીય) અને શક્તિસિંહ ઉર્ફે ભાણો નીનુભા ગોહિલ (29 વર્ષીય) એમ સાત શખ્સોને ઝડપી લીધા છે.

આ પણ વાંચો દૂધની ચોરી અને લૂંટ કરતા શખ્સો ઝડપાયા; 45થી વધુ ચોરીને આપ્યો અંજામ

3 કાર, 15 લાખ રોકડ સહિતનો મુદામાલ જપ્ત કરાયો આરોપીઓ પાસેથી પોલીસે લૂંટમાં ગયેલા રોકડ રકમ 15 લાખ, હોન્ડા સિટી કાર કીમત 2 લાખ, બલેનો કાર 4 લાખ, કિયા 7 લાખ અને મોબાઈલ ફોન 6 નંગ કીમત 30,500 મળીને કુલ 28,30,500ની કિમતનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તો હજુ એક આરોપી મનીષ સોલંકી રહે ચોટીલા થાન રોડ વાળો ફરાર હોય જેને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. (Morbi Crime News)

કારખાનાના કર્મચારીએ ટીપ આપી કારખાનામાં કામ કરતા અર્જુનગીરીએ આરોપી મયુર ડોડીયાને ટીપ આપી હતી. મયુર અર્જુનગીરીના સંપર્કમાં હતો અને મોટી રકમ હોય હોય ત્યારે લૂંટ કરવાનો ઈરાદો હતો. તેમજ 29 લાખની રકમ હોવાથી અર્જુને ટીપ આપી હતી. જેથી આરોપી મયુરે તેના સાગરીતો સાથે મળીને લૂંટને અંજામ આપ્યો હતો. (Morbi police)

આ પણ વાંચો પોલીસ સ્ટેશનથી 300 મીટર દૂર પંજાબ નેશનલ બેંકમાંથી 18 લાખની લૂંટ

સાત પૈકી છ આરોપીઓ નાના ગુનામાં સંડોવાયેલા આરોપીઓએ લૂંટને અંજામ આપવાના ઈરાદે કારખાનાથી લઈને ગ્રામ્ય રસ્તા સુધીની રેકી કરી હતી. ગામડાના કાચા રોડ પર કેશિયરને આંતરી લેવા અને CCTVમાં ના ઝડપાય તેની તકેદારી આરોપીઓએ રાખી હતી. તો ગુનામાં ઝડપાયેલા સાત પૈકી અર્જુનને બાદ કરતા છ આરોપીઓ મારામારી, ધમકી અને પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ હોવાનું ખુલ્યું છે. જોકે મોટા ગુનાને અંજામ આપ્યાનું પોલીસના ધ્યાનમાં આવ્યું નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.