ETV Bharat / state

Morbi ceramic industry માં વપરાતા Natural gasના ભાવમાં 10 રુપિયાનો કમરતોડ ભાવવધારો

મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવમાં મધરાત્રિએ એકસાથે 10૦ રૂપિયા જેટલો ભાવવધારો ઝીકી દેવામાં આવ્યો છે. ટેક્સ સહિત 10.75 રૂના કમરતોડ ભાવવધારાને પગલે ઉદ્યોગને મરણતોલ ફટકો પડશે અને સિરામિક ઉદ્યોગ જે અગાઉથી હાલકડોલક સ્થિતિમાં છે તેને વધુ માર પડશે.

Morbi ceramic industry માં વપરાતા Natural gasના ભાવમાં 10 રુપિયાનો કમરતોડ ભાવવધારો
Morbi ceramic industry માં વપરાતા Natural gasના ભાવમાં 10 રુપિયાનો કમરતોડ ભાવવધારો
author img

By

Published : Oct 6, 2021, 2:09 PM IST

  • મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવમાં વધારો
  • મધરાત્રિએ 10 રુપિયાનો કમરતોડ ભાવવધારો ઝીંકાયો
  • ગુજરાત ગેસની આપખુદશાહી સામે ઉદ્યોગપતિઓમાં રોષ

    મોરબીઃ ગુજરાત ગેસ દ્વારા ગત રાત્રીથી અમલમાં આવે તેમ 10 રુપિયાનો ભાવવધારો કરવામાં આ્વ્યો છે. અગાઉ જે ગેસનો ભાવ 37.36 રૂ. હતો તેમાં ટેક્સ સહિત રૂ 10.75 નો ભાવવધારો ઝીકી દેવાયો છે. જેથી હવે નવો ભાવ 47.51રૂ એમજીઓ વગર ચૂકવવો પડશે અને એમજીઓ નહીં કરનાર ફેક્ટરીને વધુ 3 રૂ ગેસ મોંઘો પડશે જેથી ઉદ્યોગ પર મોટું ભારણ આવી ગયું છે. અગાઉ કોરોના મહામારીની મંદીમાંથી માંડ બહાર આવેલ ઉદ્યોગને મરણતોલ ફટકા સમાન કમરતોડ ભાવવધારો રાતોરાત ઝીકી દેવામાં આવ્યો છે જેથી ઉદ્યોગપતિઓમાં રોષ ભભૂકી રહ્યો છે.

ગેસના ભાવમાં રાતોરાત 28 ટકાનો વધારો કરી દેવાયો

સિરામિક એસોસિએશન પ્રમુખ કિરીટભાઈ પટેલે જણાવ્યું હતું કે ગુજરાત ગેસ દ્વારા આ ભાવવધારો રાતોરાત ઝીકી દેવામાં આવ્યો છે. ત્રણ માસના એમજીઓ કરેલ ફેક્ટરીને 47.01 જયારે 1 મહિનાના એમજીઓવાળી ફેક્ટરીને ગેસ રૂ 47.51 પ્રતિ ક્યુબીક મીટર ભાવે મળશે આમ રાતોરાત 28 ટકા જેટલો વધારો ઝીકી દેવાતા ઉદ્યોગને ફટકો પડ્યો છે.

કમરતોડ ભાવવધારાને પગલે સિરામિક ઉદ્યોગને મરણતોલ ફટકો પડશે

પ્રતિદિન 70 લાખ ક્યુબીક મીટરનો ઉદ્યોગમાં વપરાશ

એસોસિએશન પ્રમુખ વિનોદભાઈ ભાડજાએ જણાવ્યું હતું કે મોરબી સિરામિક ઉદ્યોગ દ્વારા પ્રતિદિન 70 લાખ ક્યુબીક મીટર ગેસનો વપરાશ કરવામાં આવી રહ્યો છે જેમાં ભાવવધારા સાથે 7 કરોડનું ભારણ વધી ગયું છે. જેથી એક્સપોર્ટ પર પણ અસર થ.શે અગાઉ જે ઓર્ડર લીધેલ હોય તે ભાવમાં માલ તૈયાર કરીને એક્સપોર્ટ કરવામાં આવે તો યુનિટને ખોટ સહન કરવી પડશે. ગેસ કંપની ભાવ વધારા પૂર્વે 15 દિવસ કે એક માસનો સમય આપે તેવી માગ અગાઉ પણ કરી હતી.

પ્રદુષણ અંગેના કેસમાં પણ ઉદ્યોગને મોટો દંડ ભરવાનો હાઈકોર્ટનો આદેશ

કોરોના મહામારી બાદ હજુ સિરામિક ઉદ્યોગની ગાડી માંડ પાટે ચડતી હોય તેવું લાગી રહ્યું હતું ત્યારે અગાઉના પ્રદુષણ કેસ મામલે હાઈકોર્ટ દ્વારા એનજીટીને 500 કરોડનો દંડ ચૂકવવા આદેશ કર્યો છે અને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવી હોય તો પણ 25 ટકા દંડની રકમ ભરવા આદેશ કરવામાં આવ્યો છે. ત્યારે એ ફટકાની કળ હજુ વળી નથી ત્યાં ગેસમાં ભાવવધારો ઝીકી દેતા ઉદ્યોગ મહામુશ્કેલીમાં ફસાયો છે અને ચીન સાથેની સ્પર્ધા તો ભૂલી જાઓ આવી સ્થિતિમાં મોરબીનો સિરામિક ઉદ્યોગ પોતાના અસ્તિત્વ માટે જંગ લડી રહ્યો છે.

બીજી ગેસ કંપનીને મંજૂરી જ નહીં, ઈજારાશાહી અને તાનાશાહીનું શાસન

મોરબીના સિરામિક ઉદ્યોગપતિ રાજુભાઈ પટેલ જણાવે છે કે સિરામિક ટાઈલ્સ પ્રોડક્શનમાં સૌથી વધુ કોસ્ટ ગેસની આવે છે જેમાં 25 ટકા ભાવવધારો ઝીકાયો છે અગાઉ 15 ટકા ભાવવધારો પાસ ઓન કરી શક્યાં નથી હવેનો વધારો પાસ ઓન કરવો અશક્ય છે. કંપની મનમાની કરતી હોય છે 90 ટકા ગ્રાહકો ગુજરાત ગેસનો ગેસ ખરીદે છે છતાં કંપની મનમાની ચલાવે છે. બીજી કંપનીનો ગેસ મળતો નથી જેથી ઉદ્યોગગૃહો મજબુર છે. ગેસ કંપનીને અનેક વખત પ્રાઈઝ મીકેનીઝમ પર કામ કરવા કહ્યું છે. ઇન્ટરનેશનલ ઇન્ડેક્સ મુજબ ભાવવધારો આવે તે સમજી શકીએ છીએ પરંતુ પ્રાઈઝ મીકેનીઝમનો અમલ કરે તો ઉદ્યોગનો નુકશાનીથી બચાવી શકાય છે

આ પણ વાંચોઃ મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવમાં રાતોરાત કમરતોડ વધારો ઝીંકાયો

આ પણ વાંચોઃ મોરબીના નવા ઉદ્યોગ સાહસિકો માટે કોન્ક્લેવનું આયોજન થયું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.