ETV Bharat / state

ઉદ્યોગકારોની સમસ્યા ઉકેલવા મોરબીની એસબીઆઈ બેંક દ્વારા કસ્ટમર મીટિંગનું આયોજન - એસબીઆઈ બેઠક

મોરબીમાં એસબીઆઈ બેંક દ્વારા કસ્ટમર મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું એસબીઆઈના મેનેજિંગ ડીરેક્ટર C.B. (જીએમ) અશ્વિન ભાટિયાની અધ્યક્ષતામાં યોજાયેલ મીટિંગમાં મોરબીના ઉદ્યોગકારો અને ટેક્સ કન્સલ્ટન્ટ ઉપસ્થિત રહ્યાં હતાં. મીટિંગમાં એસબીઆઈ બેંકના અધિકારીએ ઉદ્યોગકારોને પડતી મુશ્કેલી અંગે ચર્ચા કરી હતી

ઉદ્યોગકારોની સમસ્યા ઉકેલવા મોરબીની એસબીઆઈ બેંક દ્વારા કસ્ટમર મીટિંગનું આયોજન

author img

By

Published : Aug 18, 2021, 3:22 PM IST

  • મોરબીની એસબીઆઈ બેંકે યોજી બેઠક
  • કસ્ટમર બેઠકમાં ઉદ્યોગકારો અને ટેક્સ કન્સલ્ટન્ટ ઉપસ્થિત રહ્યાં
  • ઉદ્યોગકારોને પડતી મુશ્કેલી અંગે ચર્ચા કરી

મોરબીઃ મોરબીનો સિરામિક ઉદ્યોગ મોટાપાયે એક્સપોર્ટ કરતો હોય ત્યારે એક્સપોર્ટને સંબંધિત ટ્રાન્ઝેકશન એસબીઆઈ બેંક મારફત થાય તેવો આગ્રહ કરાયો હતો. એક્સપોર્ટ સંબંધિત તેમજ અન્ય જે મુશ્કેલીઓ પડે છે તેનું નિરાકરણ લાવવા પણ બેંક અધિકારીઓએ ખાતરી આપી હતી.

સિરામિક ઉત્પાદનમાં નંબર 1 બનશે

એસબીઆઈ બેન્કના અધિકારી અશ્વિન ભાટિયાએ મીડિયા સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે મોરબી આગામી વર્ષોમાં વિશ્વમાં સિરામિક ઉત્પાદનમાં નંબર 1 બનશે. ભારત સરકારના પ્રોત્સાહનના પગલે એક્સપોર્ટ વધ્યું છે. મોરબી સિરામિક ઉદ્યોગનું 45,000 કરોડનું ટર્નઓવર છે જેમાં 25 ટકા જેટલું એક્સપોર્ટ કરાય છે. ત્યારે ઉદ્યોગપતિઓની સમસ્યા જાણવા અને તેના નિરાકરણ માટેની બેઠક યોજી હોવાનું જણાવ્યું હતું

આ પણ વાંચોઃ મોરબીની આ કંપનીમાં કામ કરી મહિલાઓ મેળવે છે 'આત્મસન્માન'

આ પણ વાંચોઃ મોરબીના રાજપર નજીક જંગલ કટિંગ શરુ, જન્માષ્ટમી બાદ એરપોર્ટ કમ્પાઉન્ડ વોલનું કામ શરુ કરાશે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.